________________ 404 - કર્મ–કૌતુક બધાથી પહેલી કમલાવતી પણ છે, જે જનકપુરમાં બેઠી છે. છે તે તમે અત્યારે છે. ફૂલકુમારી સહિત સાત થશે. પણ પતંગસિં હ છુપાવ્યું. હજુ એ શેઠ પૂનમચન્દ્ર જ બની રહેવા માગતા હતા. તેથી થોડું ફેરવીને કહ્યું - - “મારું ભાગ્યે જ એવું છે કે રાજકુમારી મળી જ જાય છે.” ઈશારે રનમંજરી તરફ હતું. આ સાંભળી રત્ન-- મંજરી શરમાઈ ગઈ. પતસિહ ફરી કહ્યું : ફુલકુમારી રાજા વજનાભની પુત્રી છે. રાજા પાસેથી. બદલો લેવા તેને પ્રાપ્ત કરવી છે.' મુક્તાવતીએ પૂછ્યું : “તે શું ફૂલકુમારીની ઈચ્છા વિના? જો ફૂલકુમારી. ન ઈચ્છે ?" પતંગસિંહ બોલ્યો : ‘તમારા કેઈની સાથે મેં તમારી ઈચ્છા વિના લગ્ન. કર્યા છે? બોલે, કર્યા છે? બધી હસવા લાગી અને રત્નમંજરી તરફ જેવા લાગી. આ વ્યંગ તેની તરફ હતા, કારણ કે એ હજુ સુધી કુંવારી જ હતી. Guatna sun Jun Gun Aaradhak Trust