________________ કમ-કૌતુક-૨ -મજૂરી કરશે .. પણ હું મારી પાસે ધન તે છે, પણ હું એકલી રહીશ કેવી રીતે ? એકલી સ્ત્રીને સમાજને - વરુઓ કયાંય રહેવા નથી દેતા. મૂર્ખ પણ સારો, તેના હોવાથી કેઈ ને આંખ ઊંચી કરીને પણ જોઈ નથી શકતું. જરૂર આવશે. અત્યાર સુધી સાથ ન છે તે હવે શું છોડશે ? ગમે તે હોય, પણ તેની સાથે હું - કયારેય નહીં બેલું.' આ પ્રમાણે રત્નમંજરી પતંગસિંહ ન આવવાથી ચિંતિત હતી. અહીં પતંગસિંહ પિતનપુરના બજારમાં ફરી રહ્યો હતો. મહોરે તે તેની પાસે હતી જ. તેથી કપડાં વિગેરે ખરીદી લીધાં. એક શેઠનો પહેરવેશ લઈ લીધો-ધનવાન શેઠને પહેરવેશ. મૂલ્યવાન પાઘડી ખરીદી. બે કુંડળ લીધાં અને પહેરી લીધાં. પિતાનાં કુંડળ તો તેણે કંચનપુરના સૌનિકને પ્રાણ-રક્ષાના બદલામાં આપી દીધાં હતાં. કુંડળ જ શું, બધાં જ આભૂષણ આપી દીધાં હતાં. હવે બધાં નવાં લીધાં અને પહેર્યા. રેશમી ધોતિયું પહેર્યું, રેશમી જ અંગરખું પહેર્યું. ચમકતા જોડા પણ પહેરી લીધા. પતંગસિંહ યુવાન શેઠ બની ગયે. મનમાં ને મનમાં પિતાનું નામ પણ બદલ્યું : “આ નગરમાં શેઠ પૂનમચન્દ્ર બનીને રહીશ. ... .. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust