________________ વસંતમાધવ–૨ - 229 મંજુષા બિલકુલ એકલી. પ્રતીક્ષા તૂટી ગઈ. ધારણા કરી જોઈ, પણ તેમાં નિષ્ફળ નીવડી. કયારેક વિચારતી; - “રસ્તે ભૂલી ગયા હશે વન–વન ભટકતા હશે. કયારેક વિચારતી-કદાચ કોઈ અકરમાત થયે હેય. ગમે તે થયું હોય, પણ મારું મન કહે છે કે એ મને જરૂર મળશે. તેમનો વાળ પણ વાંકે નન્હી થાય.' , મંજુષાનું મન સતીનું મન હતું, તેથી તેણે સાચું જ 'કહ્યું હતું. પણ હવે શું થાય ? સદ્યપ્રસૂતા અને ખાવા માટે કશું નહીં. પછી વિચાર્યું, પરિસ્થિતિ માર્ગ શોધી લે છે. પક્ષીઓના ભેજનમાંથી ખાઈશ. સ્તનમાં એના માટે દૂધ તો ઉતરે. ફળ પક્ષીઓ માટે છે. અને મનુષ્ય : એને ખાય છે. સાચે જ મનુષ્ય બહુ સ્વાથી છે. પશુપક્ષીઓથી પણ હલક. મંજુષા ઊઠી. . . . ફળોથી ભૂખ સંતોષી. પાણી પીધું. બાળકને સ્તનપાન કરાવ્યું. એક ઝાડ નીચે જમીન સાફ કરી. ચાર વાંસ ઊભા કર્યા. છેડા ઉપર બાંધ્યા અને તેના ઉપર પાદડાં પાથર્યા. કામચલાઉ પર્ણકુટિર બની ગઈ ભવિષ્ય “અનિશ્ચિત અને વર્તમાન નિશ્ચિત હતું. વનમાં જ રાતદિવસ પસાર થવા લાગ્યા. વનને પ્રભાવ બહુ મને રમ હોય છે. ઉષાદર્શન અને ઊગતા સૂર્યનું સ્વાગત. પક્ષીઓને કલરવ જગાડી દે છે. વચમાં–વચમાં બાળક રડે છે, તે થાબડીને મંજુષા ગણગણવા લાગે છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust