________________ 230 વસંતમાધવ-૨. - વાંસની પાતળી-પાતળી લીલી પટ્ટીઓથી મંજુષા-. એ એક ટોપલી બનાવી. શિશુનું પારણું તૈયાર થઈ ગયું.. ટોપલી ઝાડ ઉપર લટકાવી અને બાળક એમાં ઝુલવા લાગે, સાગર અટ્ટહાસ્ય કરતે. રાતમાં તે બહુ ભયંકર લાગત. જગલનાં ઘણાં પશુ-પક્ષી મંજુષાનાં અનાયાસે જ પાળેલાં. બની ગયાં. તેમના માટે મંજુષાએ દાણાનો પ્રબંધ કર્યો. જંગલમાં કુદરતી રીતે ઉગેલા ચોખા તેને મળી ગયા.. તેને જ વેરતી. કબૂતર, ચકલી, મોર વિગેરે આવી. ચણવા લાગતાં. બધાં એટલાં હળીમળી ગયાં હતાં કે મંજુષાની હથેળીમાંથી ચણ લેતાં. હરણ-સસલાને એ. પિતાના હાથથી લીલું ઘાસ ખવડાવતી. જંગલમાં મંગલ. થઈ ગયું. દુઃખમાં પણ સુખ. દિવસે પણ સારા દિવસોની. જેમ પસાર થતા હતા. આ પ્રમાણે જાણે કેટલા દિવસ,. કેટલા મહિનાઓ પસાર થઈ ગયા અને પસાર થતા હતા. વર્ષ પણ આવી રીતે પસાર થાય છે પસાર થઈ જાય છે. એક દિવસ સાગરનું અટ્ટહાસ્ય બહુ ભયંકર થઈ. ગયું. આંધી આવી. મેટાં-મોટાં ઝાડ તૂટી ગયાં ઝાડનાં. થડ વચમાંથી ચીરાઈ ગયાં. મોટી-લાંબી ડાળીઓ ઝુકી. ગઈ, બહુ ભયંકર તોફાન હતું. બાળકનું પારણું. તેની.. ટોપલી બાળક સાથે જ ઊડી ગઈ અને ઊડતી ઊડતી સાગર તટ પર જઈ પડી. કેવી માયા હતી કે બાળક તેમાં રહ્યું... પાણીની લહેર તેને લઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust