________________ 194 વસંતભાધવ-૨ ગયું. તમારા વિના એ મરી જશે. મેં આશ્વાસન આપ્યું કે આજ રાતે તમે જરૂર આવશે, છતાં પણ અન–પાણી ગ્રહણ ન કર્યું. મને કહ્યું કે જ્યાં સુધી માફી નહીં માગું, ત્યાં સુધી ખાઈશ–પીશ નહીં. હવે તો તેને માફી આપે.” વાસંતી ! તમારી વાત તે માનવી પડશે, કારણકે મારું-તમારું નામ લગભગ સરખું છે. પણ વડીલેની આજ્ઞા-રજા વિના લગ્ન કેવી રીતે થાય? કુમાર ! વડીલે કયારેય રા નહીં આપે. વિમાતા આનાં લગ્ન એક કેઢિયા સાથે કરવાના ષડયંત્રમાં પડી છે અને મહારાજ નવી રણના વશમાં છે.” તો પછી સમસ્યા છે. વસંતમાલવે લાચારી બતાવી. મંજુષા બેલી : નાથ ! શાસ્ત્રોમાં ગાંધર્વ લગ્નનું સ્પષ્ટ વિધાન છે. લાચારી તે કશી જ નથી.” રાજકન્યા ! તમારી વાત હું માનું છું. પણ હું શેઠ ભાગચંદ અને શેઠાણી ભાનુમતી પાસે રજા તે લઈ લઉં. શુભ મુહૂર્તમાં જ તમારી સાથે ગાંધર્વ લગ્ન કરીશ. ક્ષત્રિય વચન છે. હવે તે વિજયપુરમાં જ છું.” મંજુષા ખુશ થઈ ગઈ અને પછી પૂછ્યું : “પહેલી રાતે કેવી રીતે આવ્યા હતા તેમને મારી કેવી રીતે ખબર પડી ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust