________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજમાર્ગો બીજા ધોરી રસ્તાઓ દવજા-પતાકાઓથી સુશોભિત થઈ ગયા. મોટા મોટા દરવાજાઓ અને નાના દરવાજાઓ તોરણે અને પતાકાઓથી શણગારાઈ ગયા, મનહર ઘુઘરીઓના નાદે રાજારાણીને આવકાર આપવા લાગ્યાં, સ્ત્રી કે પુરૂષ, બાલક કે વૃદ્ધ, અમીર કે ગરીબ પોતપોતાની સંપત પ્રમાણે નવીન વસ્ત્રાભૂષણ સજી પ્રવેશ મહોત્સવમાં જવાને ઉતાવળ કરી રહ્યાં હતાં. આજે લેકોને-નગરજનોને હર્ષ ઉપર હર્ષ ઉભરાઈ જતો હતો. રાજા-શંખપુર નરેશ્વર શંખરાજ ગજરાજની અંબાડી ઉપર આરૂઢ થઈને યથાસમયે નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા, અપૂર્વ શીલ માહાસ્ય પામીને અક્ષત અંગેપાંગવાળી કલાવતી દુ:ખરૂપી મહાસાગરથી પાર ઉતરી ગયેલી આજે મદન્મત્ત ગજરાજના મદજીને શાંત કરતી રાજાની. સાથે નગરમાં પ્રવેશ કરી રહી હતી. પોતાનો ભાવી રાજા પેલો બાલકુમાર પણ રાજારાણુની સાથે નગરીમાં પ્રવેશ કરતા ગજરાજની વિશાળ પીઠ પર રમી રહ્યો હતો, નગરમાં પ્રવેશ કરતા રાજારાણીનો ઉત્સાહ પૂર્વ હતે મંત્રીઓ, રાજ્યાધિકારીઓ, મહાજનોથી એ સામૈયા-વરઘોડાનો ઠાઠ ખુબ દમામદાર હતો અનેક મંગલમય વાદિત્રોના ઘેરા નાદો કલાવતીના શીલ માહાસ્યની સુવાસને નભેમંડલમાં ફેલાવી રહ્યા કે શું ? લેકેના હર્ષનો આવે અપૂર્વ હતો. શંખરાજે અપૂર્વ મહેસૂવપૂર્વક નગરમાં પ્રવેશ કરી. પિતાના રાજમહાલયમાં પ્રવેશ કર્યો. રાજાએ દીન દુ:ખી અને ગરીબજનેને અન્ન, વસ્ત્ર અને દ્રવ્યના દાનથી ચાલે કરી નાખ્યા. બીરૂદાવલી બેલનારા ભાટ ચારણ કવિઓને ઇનામ આપી સંતોષ પમાડ્યા. એ અપૂર્વ ઉત્સાહમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust