SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવના સ્નેહસંબંધ 85 બંદિવાનોને પણ મુક્ત કર્યા, ને બાર દિવસ પર્યત નગરમાં મેટો ઉત્સવ કર્યો. વ્યાપાર, રોજગાર બંધ કરાવીને બધાય નગરના નરનારીઓએ રાજરસોડે ભોજન કરી ગાન તાન ને રમત ગમતમાં દિવસો નિર્ગમન કર્યા. રાજાએ એવી રીતે પુત્રને જન્મોત્સવ કરીને સારાય નગરના શેકસાગરનો નાશ કરી નાખ્યો. એ બાલ રાજકુમારનું નામ પૂર્ણકલશ સ્વપ્રને અનુસરે રાખ્યું. સગાં, સ્નેહી ને આસજનોને પણ તેડી ભોજન જમાડી દાન અને માનથી આનંદિત કર્યા. - સુખદુ:ખના અનુભવથી રીઢા થયેલ રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યા, ને શ્રાવકના ધર્મનું આરાધન કરતા પોતે પણ બાર વ્રતને ઉપગપૂર્વક પાલવા લાગ્યા. તેમાંય શિયલવ્રતમાં તો બન્ને રાજારાણીએ ગુરૂનો વેગ : મેળવીને બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું. છતાં બન્ને ખુબ સ્નેહપૂર્વક રાજકુમારનું પાલન કરવા લાગ્યા, વારેવાર ગુરૂનો ઉપદેશ શ્રવણ કરી રાજા દૂષણ રહિત શ્રાવકધર્મને પાળતા હતા. એ સુખશાંતિના સમયમાં પોતાના * રોજ્યશાસનકાલમાં અનેક નવીન જીનમંદિર બંધાવ્યા, અનેક જીણું ચાનો તેમણે ઉદ્ધાર કરાવ્યા, નવીન જીને. શ્વર ભગવાનની પ્રતિમાઓ તૈયાર કરાવી ગુરૂમહારાજ પાસે વિધિપૂર્વક જીનાલયોમાં પ્રતિષ્ઠિત કરાવી. મોટા મહોત્સવ પૂર્વક જીનપૂજાએ રચાવી. ગુરૂ મહારાજ સાધુ સાધ્વીજનોને નમન, સ્તવન, વંદન, ખાન, પાન,સ્વાદિમ, શવ્યા, શાસ્ત્ર, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોપકરણ વહોરાવી તેમની ભક્તિ કરી. તેમજ દીન, દુ:ખી અને ગરીબ શ્રાવકોને ધન આપીને ઉદ્ધાર કર્યો, તેમને કરના બોજામાંથી મુક્ત કર્યા. જીનેશ્વરના ધર્મનું ગૌરવ વધારતે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy