________________ - એકવીશ ભવનો સ્નેહસંબંધ 10 શંખરાજ. સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વહાણ, ગયાં ન જોબન સાંપડે, ગયા ન આવે પ્રાણ.” આ ક્ષણભંગુર જગતમાં પ્રાણીઓ ક્ષણમાં હર્ષ ઘેલાં થાય છે તો ક્ષણમાં શેકસાગરમાં ડુબી જાય છે. શંખપુર નગર બે દિવસથી શાક સાગરમાં ડુબકી મારી રહ્યું હતું, એક તરફ રાજા મૃત્યુ માટે તૈયાર થઈ ગયો હતો, બીજી તરફ જંગલમાં તરફડતી કલાવતી મૃત્યુને પિકારી રહી હતી, તેમજ એના બાળક માટે લેકના મનમાં અનેક સંકલ્પ વિકલ્પ થયા કરતા હતા. એ બધાય સંજોગો - આજે પાછા પલટાઈ ગયા ને જેણીના શીલનો પ્રભાવ આજે તો નગરનાં નરનારીઓ રસપૂર્વક ગાઈ રહ્યાં છે પુત્ર સહિત કલાવતી નંદનવનમાં આવી ગઈ છે ને રાજા - રાણી કલાવતી અને બાળ પુત્ર સહિત મોટી ધામધુમથી - આજે નગર પ્રવેશ કરશે એ આનંદદાયક સમાચાર પ્રાત: કાળમાંજ સારાય શંખપુર નગરમાં પ્રસરી ગયા. ક્ષણમાત્રમાં શંખપુર નગરની શાભા અપૂર્વ બની ગઈ. ક્ષણ પહેલાની મશાન અને શાભા રહિત શંખપુરી હવે ચેતનવંતી બની ગઈ, ઠેકાણે ઠેકાણે મંગલ વાદિત્રો વાગવા લાગ્યાં. લોકે આનંદથી નૃત્ય કરવા લાગ્યા, કોઈ સંગીતની ધૂન છોડવા લાગ્યા, નગરીની રમણીએ પોતપોતાના મહોલ્લામાં રાસડા લેવા લાગી, કામધંધો છોડીને લેકે પોતાના ઘર આંગણાં શણગારવા લાગ્યા, તોરણે ચંદુવા અને પતાકાઓથી પોતપોતાના માનની શેભા વધારવામાં લોકો હરીફાઈ કરવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust