________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભોજનનો ત્યાગ કરવો તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પાળવી એ સાધુનો ધર્મ જાણ, સમ્યકત્વ મૂળ બાર વ્રતનું પાલન કરવું એ શ્રાવકનો ધર્મ. એ રીતે સાધુ અને શ્રાવક ધર્મ જીનેશ્વર ભગવાને કહેલો છે. એ પ્રમાણે દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વને જાણનાર અથવા તે એ ત્રણ તત્વો ઉપર શ્રદ્ધા કરનારા સમ્યકત્વી કહેવાય છે. તે સિવાય જ્ઞાન, દર્શન ને ચારિત્ર રૂપી જે મોક્ષમાર્ગ તેની જે શ્રદ્ધા તે પણ સમ્યકત્વ કહેવાય, જીનભાષિત ધર્મનું મૂલ સમ્યકત્વ કહેવાય. * ચિંતામણીરત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષથી અધિક પ્રભા વવાળા સમ્યકત્વ રતનની જીનેશ્વર ભગવાનો પણ મુક્ત કઠે પ્રશંસા કરે છે, એવા સમ્યકત્વપૂર્વક શ્રાવકના ધર્મને હે ભવ્ય જન ! તમે આરાધો, તમારા આત્માને ભવ સાગરથી તારે ? જ્ઞાની ગુરૂરાજ અમિત તેજની ધર્મ વાણી સાંભળીને રાજા સહિત સર્વે પર્ષદા પ્રસન્ન થઈ ગઈ મિથ્યાત્વની ગાંઠ જેની ભેદાઈ ગઈ છે એ રાજા મિથ્યાત્વથી રહિત થયો, છતાં ગુરૂને કહેવા લાગ્યો, " હે પ્રભે ! અંધકારને નાશ કરનારી, મહોદયનું કારણ રત્નત્રી આપે વખાણું તે વિવેક જિનોએ અચુક આદરવા ગ્ય છે, પરંતુ પ્રિયા અને અપજ્યમાં મોહવાલા એ મારાથી સંસાર ત્યાજય છે, માટે મને સમ્યકત્વપૂર્વક શ્રાવકનો ધર્મ આપે. * શંખરાજાની વાણી સાંભળીને ગુરૂએ રાજાને સમ્યક મૂળ શ્રાવકેને ધર્મ ઉચરા, રાજાની સાથે રાણી કલાવતીએ પણ શ્રાવિકા ધર્મ ગ્રહણ કર્યો. તેમને ધર્મમાં સ્થિર કરીને ગુરૂ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. રાજા રાણી પિતાના સ્થાનકે નંદનવનમાં આવ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust