________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ પાક થયા વગર થતી નથી. એ સમ્યકત્વના પ્રભાવથી દેવ ગુરૂ અને ધર્મતત્વ જાણવાની અભિલાષા જાગ્રત થાય છે પ્રાણીઓને એ ત્રણે તત્વોની મોટાભાગ્યે જ પ્રાપ્તિ થાય છે જરારૂપી રાક્ષસીના પંજામાં જયાં લગી સપડાયેલા નથી, મૃત્યુ એ હજી સર્વ નાશની તૈયારી કરી નથી, ત્યાંસુધીમાં એ ત્રણે તત્વનું આરાધન કરી મનુષ્ય ભવ સલ કરો. કારણકે બહેત ગઈ છેડી રહી, ચેતન અબ તો ચેત, કાળ ઉંદરડો કેત, ઉત્તમ આયુષ્ય ખેત.” રાગ દ્વેષ કષાય, મેહ અને મિથ્યાત્વનો નાશ કરનાર, આડે કર્મને દગ્ધ કરનાર, લોકાલોકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાને કરીને સહિત, ભયરહિત, આયુધ, શસ્ત્ર, અસથી. રહિત, શાપ અને અનુગ્રહથી વર્જીત, કામ, મેહ નિદ્રા, તંદ્રા, ભુખ, તરસ, હાસ્ય, ક્રીડાદિ દોષોથી રહિત, એ અઢાર દોષ રહિત તે દેવતત્વ કહેવાય. સર્વે પ્રાણીઓને હિતકારી, ગુણગ્રાહી, સત્યપ્રરૂપક સત્યભાષી, શીલવાન, પરિગ્રહ રહિત, શત્રુ અને મિત્ર, લોહ અને કાંચન, સ્ત્રી અને તૃણ, સુખ અને દુ:ખ એ બધામાં મધ્યસ્થવૃત્તિવાળા ગુરૂઓ, જીનેશ્વરની આજ્ઞાના આરાધક કહેવાય છે. તેમજ ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવનાર, કનક અને ચાંદીને તૃણવત્ ગણનાર, પાપના લેશ પણ પરિચયથી દૂર રહેનાર, છત્રીશ ગુણેને ધારણ કરનાર સારા ચારિત્ર્યવાન, સ્વ અને પર શાસ્ત્રના જાણનાર, જીનેધરના માર્ગના પ્રરૂપક, સાધુના સત્તાવીશ ગુણે કરીને યુક્ત એવા ગુરૂ આરાધવા યોગ્ય જાણવા, . . . . . ." , જીનેશ્વર ભગવાને ધર્મ બે પ્રકારનો કહ્યો છે-સાધુધર્મ અને શ્રાવકધર્મ, પંચ મહાવ્રતનું પાલન કરવું અને રાત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust