________________ 80. કરી અપાવે છે એવા જ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મહારાજને નમસ્કાર કરવા આવ્યાં. ગુરૂ મહારાજને વાંદી તેમની આગળ બેઠા, તેમની સાથે આવેલા મંત્રી, સામંત. તેમજ બીજા રાજ્યાધિકારી પુરૂષ, અન્ય મહાજન વર્ગ, પ્રજાવર્ગ તેમજ સ્ત્રીવર્ગ યોગ્ય આસને બેઠા, પછી ગુરૂ” મહારાજે શીલ ધર્મના માહાસ્યનું વર્ણન કરવા માંડયું. ' શીલ એ પ્રાણીઓનું અપૂર્વ ધન છે. આપત્તિ, દુ:ખ અને દારિકને નાશ કરવામાં શીલ મહાન છે. દુર્ભાગ્યાદિક દોષનો નાશ કરી શીલ ઈચ્છિતને અપાવે છે. વાઘ, વરૂ, સિંહ અને હાથી આદિ હિંસક પ્રાણીઓના ભયનો નાશ કરે છે. જળ, અગ્નિ, ડાકિની અને શાકિનીના ડરને નાશ . કરી સુખસંપદા પ્રાપ્ત કરાવી સ્વર્ગ અને યાવત મેક્ષની લક્ષ્મીને અપાવે છે એવા પ્રત્યક્ષ પ્રભાવવાળું શીલ જગતમાં વિજયવંત છે. હે ભવ્યજનો ! એ શીલનું માહાસ્ય તમે પ્રત્યક્ષપણે જોયું છે. શીલના પ્રભાવે કલાવતીના કપાયેલ હાથ નવપલ્લવ થઈ એનાં દુ:ખ દૂર થયાં છે. સતી કલાવતીનું નામ એના શીલ પ્રભાવથી જુગ જુગ પર્યત કાયમ રહેશે એવા શીલને પાળવાને તમે ઉદ્યમ કરે- શીલથી વિભૂષિત થયેલા નરનારીઓને સમ્યક્ત્ત્વને ગુણ આવે તો એમને બેડે પાર ! સમ્યકત્વ અશુભ કર્મોનાં ક્ષય થકી ઉત્પન્ન થાય છે અશુભ કર્મોના આવરણ વડે ઢંકાચેલ સમ્યકત્વ ગુણ જયારે આત્મામાં પ્રગટ થાય છે ત્યારે આત્માની બધી પરિણતિ ફરી જાય છે સંસારના સ્વરૂપમાં રક્ત થયેલો આત્મા સમ્યકત્વના પ્રગટ થયા પછી મુક્તિના.. લક્ષ્યવાળે થઈ જાય છે આત્મામાં એ સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થો બહુ દુર્લભ છે. સંસારમાં પુણ્યના પ્રભાવથી સ્વર્ગ કે મનુષ્યના દિવ્ય ભેગે મલી શકે છે. અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે પણ સમ્યકત્વની પ્રાપ્તિ તો ભવસ્થિતિ પરિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust