________________ એકવીશ ભવન નેહસંબંધ 78 જો કે વડ અને ઉંમરના વૃક્ષને ફલ હતાં નથી. ને વંજુલ ( ) વૃક્ષને પણ ફલ હોતાં નથી તેવી રીતે તારામાં દોષને સંભવ નથી છતાંય મારી મૂર્ખતાથી તારામાં દોષની કલ્પના કરીને તારી કદર્થના કરી રાજાએ પોતાની બધી હકીકત કલાવતીને કહી સંભળાવી. કલાવતીએ પણ પિતાની બીના રાજાને કહી સંભળાવી. “પ્રિયે! તારા શીલના પ્રભાવથી તારી આક્ત દૂર થઈ. યાવત્ ચંદ્ર દિવાકરી તારી નામના થઈ તારું નામ તો જગતમાં અમર થઈ ગયું તે સાથે મારું આ કલંકઆ અવિચારી કૃત્ય પણ અજરામર થઈ ગયું કે તારાં ગુણગાન કરશે મારી નિંદા કરશે, તારી શીલસન્નાહ ગાથાને મારી કલંક ગાથાના રાસડા ગાશે.' રાજાએ કલાવતીના મનનું સમાધાન કરતાં પોતાની નિંદા કરવા માંડી. “એ અવિચારી કૃત્યનું પ્રાયશ્ચિત ક્યારનુંય થઈ ગયું હોત, પણ અહીં નજીકમાં રહેલા જ્ઞાની ગુરૂ મહારાજે ઉપદેશ આપી મને ધર્મમાં સ્થિર કર્યો. તારા પુન: મેલાપની ભવિષ્યવાણી સંભળાવી મારો સંશય દૂર કર્યો. રાજાની વાત સાંભળીને કલાવતી બેલી. સ્વામિન! આપણે બન્ને દુ:ખ અને વિજેગમાંથી પુન: સુખ અને સમાગમન અમૃત સમાન મધુર ફલ ચાખીએ છીએ તે આ બાલકના પુણ્યનોજ પ્રભાવ છે પણ મને એ જ્ઞાની ગુરૂ મહારાજનાં દર્શન કરાવો! જેમનાં દર્શન કરી હું પાપમુક્ત થાઉં ? “પ્રાત:કાલે આપણે સાથે વંદન કરવા જઈશું. - . સ્નેહ સંલાપમાં ને કંઈક નિદ્રાના આરામમાં બની રાત્રી ક્ષણવારમાં પુરી થઈ, પ્રાત:કાલે સૂર્યને ઉદય થતાં પ્રાત:કૃત્યથી પરવારી પરિવાર સહિત રાજા અને રાણી ગુરૂ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust