________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 78 સભાસ્થાનમાં રાજા મંત્રી, સામંતોને મલી ભેટી ડીવારે પોતાના નિવાસસ્થાને આવ્યો. અનેક દીપિકાએથી ઝગઝગી રહેલા તેજમાં કલાવતીનું પવિત્ર મુખાવિંદ જોયું, એ મુખાવિંદને જેવાને પણ અસમર્થ એવો રાજા મંદમંદ ડગલાં ભરતે કલાવતીની પાસે આવ્યો ક્રોધથી અધવદનવાળી કલાવતીએ રાજાની સામે દૃષ્ટિ પણ કરી નહિ. રાજાએ પોતાના હાથે એનું ગૌરવદન ઉંચુ કરી પિતાની સામે સ્થિર કર્યું. “પ્રિયે ! જરા મારી સામે તો ?" નિર્ભાગિણું એવી મારી સ્તુતિ કરવાથી શું ? રાજન ! - “નિભંગી અને નિર્ગણિ તો હું છું કે જેણે તારા જેવી સતીમાં શિરોમણિ નારીને વિડંબના પમાડી-દુ:ખી કરી એ મારું અવિચારી કૃત્ય ક્ષમા કર, ? “સ્વામિન ! એમાં તમારો શું દોષ, તમારામાં પ્રીતિવાળી મારે કાંઈ પણ દોષ ન હોવા છતાં તમે મારી કર્થના કરી એ મારા કર્મો જ દોષ હશે, અન્યથા બીજુ શું હોઈ શકે ? કલાવતીએ પોતાના કર્મને દોષ જણાવી રાજાનું મન શાંત કર્યું. - “પતિમાં એક ભક્તિવાળી કુલવંતી નારીઓ પતિના છતા દોષને પણ ન જોતાં પોતાના કર્મનોજ દોષ કાઢી આત્મનિંદા કરે છે તે તે સત્ય કરી બતાવ્યું.” હશે! એ વાત જવાદો. રાજા ગુન્હેગારને ઉગ્ર શિક્ષા પણ કરે! પણ કહો તો ખરા કે તમે મને મારા કયા અપરાધની શિક્ષા કરી?” કલાવતીનો પ્રશ્ન સાંભળી રાજા ઝંખવાણો પડી ગયે, જે વાતે રાજાના હૃદયમાં શંકા જમાવી હતી તે બાબત કહેવાને પણ અસમર્થ જ વિચારમાં પડી ગયે “પ્રિયે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust