________________ એકવીશ ભવન ને હુસંબંધ 77... ! લઈ હળીમળી પિતાના બાળ પુત્રની સાથે રથમાં બેસી, શંખપુર તરફ ચાલી, દત્ત વગેરે સર્વે રાજાને મલવાને ઉસુક થયેલા શીધ્રગતિએ શંખપુરનો માર્ગ કાપવા લાગ્યા. સુર્ય અસ્તાચલ તરફ વેગથી ધસે જતો હતો સારા ય દિવસના પરિશ્રમથી કંટાળેલો સૂર્ય સંદયાના સોનેરી રંગમાં ડુબી ગયો હતો દોડાદોડ કરતી આછી પાતળી. વાદળીઓ જુદાજુદા અભિનયોને બતાવતી હસી રહી હતી. સૂર્યનો સારથી અરૂણ પણ પિતાના સ્વામીની પછ-- વાડે નાશી જવાની તૈયારી કરતો હતો, સંધ્યાની વાદળની છાયા પ્રકાશને આવરી રહી હતી, છતાં હજી આતુરતાથી કલાવતીની પ્રતીક્ષા કરનાર રાજાની ઉત્સુકતા વધે જતી હતી, “અરે શું ? જ્ઞાનીનું વચન કદાપિ મિથ્યા થાય? , ન કરે નારાયણ કે કલાવતી કદાચ ન આવે તો આવતી કાલની ઉદય પામતી પ્રભાતકાલે તો જરૂર અગ્નિ સાથેજ મારે દોસ્તી કરવી પડશે.” - એ વિચારમાં ચડેલા રાજાની વિચારશ્રેણિ અધવચ સરકી ગઈને કલાવતીનો રથ નંદનવનમાં આવેલો રાજાએ. જે. દત્ત વગેરે આવીને મહારાજને નમ્યા, આનંદની. વધામણિ આપી મહારાજને હર્ષિત કર્યા. રાજા ત્યાં સભાસ્થાનમાં આવ્યા. મંત્રી, સામંત, મહાજન વગેરેને રાજા છલકાતે હૈયે મલ્યા, મહારાજના હૈયામાં હર્ષ હતો, બધાના હૈયામાં હર્ષ સમાતો નહોતો, નંદનવન અત્યાર સુધી સ્મશાન જેવું શૂન્યકાર હતું તે હવે કલાવતીના. આવ્યા પછી નંદનવન સમું રમણીય બની ગયું. અનેક પંચરંગી દીપિકાને પ્રકાશ અંધકારનો નાશ કરતો ઝગઝગી રહ્યો મંગલમય વાંદિનાનાદથી મોટો મહોત્સવ થઈ રહ્યો. . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust