________________ 76 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મમાંથી કલાવતીને તેડાવી. કુલગુરૂની પાસે આવેલી કલાવતી દત્ત વગેરેને જોઇને પૂર્વનું દુ:ખ સાંભળી આવવાથી - રડી પડી. કારણકે હૃદયમાં છુપાયેલું–ભુલાયેલું દુ:ખ પણ પોતાના સ્વજનને જોવાથી તાજુ થાય છે. કલાવતીના રૂદનથી દત્ત પણ રડવા લાગ્યો છતાં ધીરજ ધરી દત્ત કલા• વતીને કહેવા લાગ્યો.” ભગિનિ ! આ એક દુષ્ટ કમને પરિણામ હતો અને તે તમારો કરેલો તમે ભાગ, રાજાજી તો એમાં નિમિત્ત માત્ર હતા. માટે એવી દેવની * બાબતમાં તમારે ખેદ ન કરે ! કારણકે પ્રાણુઓને આ જગતમાં જે સુખ કે દુ:ખ પ્રાપ્ત થાય છે એમાં બીજાઓ તો ફક્ત નિમિત્તભૂત છે બાકી તો ખરૂં કારણ શુભાશુભ કર્મ વિપાકજ છે. સંસારમાં એવા કર્મ વિપાકથી જ શત્રુ મિત્ર થાય છે ત્યારે સ્વજન પણ દુશમનની ગરજ સારે છે અને તે તમે જાતે અનુભવ્યું છે જેયું છે. હે દેવી! - તમે જેવું દારૂણ દુ:ખ ભેગવ્યું છે તેવું અત્યારે તમારા વિયોગે રાજા ભેગવી રહ્યા છે બલકે તમારાથી અનંત- ગણું. અત્યારે તો પશ્ચાત્તાપથી પીડાતા તમારા વિશે રાજા અગ્નિમાં બળી મરવાની તૈયારી કરી રહ્યા છે, તમને જોવાને આકુળ વ્યાકુળ થયેલા રાજા તમને જે સાંજ સુધીમાં નહી જુએ તો જરૂર અગ્નિમાં બળી મરશે માટે એમને જીવતા રાખવા હોય તો રથ ઉપર બેસી ચાલે, ' રાજાને બચાવો.” - દત્તની વાણું સાંભળી બેબાકળી બનેલી કલાવતી *પતિની દોષને-અવગુણને ભૂલી જઈ પતિને મલવાને - ઉસુક થઈ, કારણકે પતિવ્રતા સ્ત્રીઓ પિતાનો પતિ ભલે હોય કે ભુંડે, પણ તેના જ હિતને કરનારી હોય છે. કુલપતિને નમસ્કાર કરી તાપસ અને તપસ્વિનીની રજા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.