________________ 70 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શૌચનો મર્મ તું બરાબર સમજી શકે નહી. જે ઊંચનું રક્ષણ કરવા તું શરીરને નવરાવી સાફ રાખતો હતો, એને સ્નાન કરવાથી પવિત્ર થયેલું માનતો હતો પણ શરીર તો અંદર અશુચિથી જ ભરેલું છે. હાડ, માંસ, રૂધિર, આદિ અનેક અપવિત્ર વસ્તુઓથી ભરેલાને પવિત્ર માનવામાં તે કાંઈ ઓછી ભૂલ કરી નથી? અંતરંગ ક્રોધાદિક શત્રુઓને જીતવાને તો મનની શુદ્ધતા જોઈએ, પવિત્ર વિચારે જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દૂર કરી મનને ધર્મધ્યાનમાં જોડવું જોઈએ સ્નાન બિચારું શું કરી શકે? એ તો માનવીના પાપને વધારી શકે ! વણકનાં વચન સાંભળી કપિલને ગર્વ ઓસરી ગયો, કાયામાં. કલ્યાણ માનનારાનો હવે હૃદય પલટો થયો, જે કપિલ ! વસ્તુતાએ અશુચિ તો આપણાં પાપકર્મ છે તેજ અશુચિ છે અને પુણ્ય કરણી તેજ પવિત્રતાશુચિ એટલે શુદ્ધિ છે. પણ પાણીથી શુદ્ધતા નિરર્થક છે, સર્વે પ્રાણીઓને વિષે દયાભાવ, મન, વચન અને કાયાથી. ઈંદ્રિયોને કાબુમાં રાખવી, અને પાપ વિચારથી દૂર રહેવું. ક્રોધાદિકનો નિગ્રહ કરવો એથી અધિક શુચિ બીજી કચી. છે વારૂ? શાસ્ત્રમાં કહ્યું છે કે કુવાના પાણીથી સ્નાન કરવું. અધમ છે, નદીના વહેતા પાણુથી સ્નાન કરવું મધ્યમ. કહ્યું છે, વાવ અને તલાવમાં સ્નાન કરવાની તો શાસ્ત્રકારે સાફ ના પાડે છે પણ વસ્ત્રથી ગળેલા એવા પવિત્ર. જળથી પિતાને ઘેર સ્નાન કરવું તે ઉત્તમ છે. અને તેમાંય દેવાર્ચન માટે કે એવા કેઈ ધર્મ કાર્ય નિમિત્તે સ્નાન કરવું તે ઉત્તમોત્તમ સ્નાન કહેલું છે. બાકી તો ઘણા જળથી. - સ્નાન કરવા છતાં પણ બાહોમલનીય બરાબર શુદ્ધિ થતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust