SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 71 નથી. તો પછી પાપમી તો શી રીતે દૂર થઈ શકે ? ધર્મના અથજનો તો બાહ્ય શુદ્ધિ કરતાં આત્માને શુદ્ધ કરવા તરફ વધારે ધ્યાન આપે. તેમાંય અમુક પ્રસંગોમાં તો બાહ્ય અશુચિ પણ મનુષ્યને અપવિત્ર બનાવી શકતી નથી, મોટી દેવ યાત્રા કે મહોત્સવમાં-મેળામાં, વિવાહકાર્યમાં, રાજદર્શન કરવા જતાં, ચિત્ત સંભ્રમયુક્ત હોય ત્યારે, કે સંગ્રામમાં, અને રાજમાર્ગમાં સ્વર્યાસ્પશ્ય માનવીને અપવિત્ર કરતો નથી.” ભાઈ! તમે શુચિ અશુચિના ભેદનું પ્રકરણ ઠીક સ્પષ્ટ કર્યું. તમારી આ ધર્મ ચર્ચાએ મારા હૃદયમાં ઘણું : - સારી અસર કરી પણ તે ઘણી મોડી થઈ, પહેલેથી આ સમજાયું હોત તો હું એક મહા પાતમાંથી બચી જાત , હશે! ગઈ તિથિનો બ્રાહ્મણ પણ વિચાર ન કરે ! જે પવિત્ર કેણુ છે એ પણ જરા સમજી લે ! પૃથ્વીની અંદર રહેલું પાણી પવિત્ર કહેવાય છે, પતિવ્રતા સ્ત્રીય પવિત્ર કહેવાય છે, તેમજ પ્રજાનું કલ્યાણ કરનારે રાજા પવિત્ર કહેવાય છે, અને જે બ્રહ્મચારી છે તે સદાય પવિત્ર ગણાય છે. ક્ષમા, શુભવિચાર અને નિર્મળતાથી મન પવિત્ર ગણાય છે. સાચું બોલવાથી વચન પવિત્ર ગણાય. છે. તેમજ બ્રહ્મચર્યઆદિ કાયાના શુદ્ધ વ્યવહારથી શરીર સ્નાન કર્યા વગર પણ શુદ્ધ થાય છે વળી જે પરસ્ત્રી અને પદ્રવ્ય અને પારકી ઈર્ષ્યા કરવાથી દૂર રહે છે તે વગર સ્નાને પણ પવિત્ર છે. પરંતુ જેનું ચિત્ત હમેશાં પાપ વ્યાપાર અગર તો બીજાનું બુરું ચિંતવવામાંજ રક્ત રહેલું છે, તે ચિત્ત જ અશુચિમય છે. જે જુઠુ બેલી રાત દિવસ બીજાને છેતરી રહ્યો છે તેનું જ મુખ અશુચિવાળું છે. તેમજ જીવઘાતાદિક પાપ કરીને જે દુષ્ટ કાર્ય કરી રહ્યો છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy