________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નાખેલી પ્રિયા કાંઈ પાછી મને મેલે તેમ છે? રાઈના ભાવ તો રાતે વહી ગયા ! મેં પાપીએ હાથ આવેલું ચિંતામણિરત્ન સમુદ્રમાં ફેંકી દીધું. હવે શું થાય ? - રાજાનો પશ્ચાત્તાપ ઈ ગુરૂ બાલ્યા. “રાજન ! દુ:ખથી તું મુંઝાઈ ગયે છે પણ ધીરજ ધરવાથી બધુંય સારૂં થશેધર્મના પ્રભાવથી તારૂં સારૂં થશે, કારણકે નિરાશામાં અમર આશા છુપાઈ છે. તે માટે કપિલનું આખ્યાન સાંભળ. એક 'ભુલ કરી તેના ઉપર બીજી ભુલ કરનાર કપિલની માફક તું અનર્થન કરનાર નથી. >> કપિલ બ્રાહ્મણ सुयणाण निद्धणत्तं, कुणइ कुल बालियाणविहवत्तं / / इच्छूणनिष्फलतं, धिरत्थु बुद्धिं पयावइणो // 1 // ભાવાર્થ–“પંડિત અને ગુણવાન પુરૂષોને નિર્ધન બનાવ્યા, કુલવાન પુત્રીઓને વિધવાપણું અને શેરડીને ફલ. વગરની કરનાર પ્રજાપતિ( બ્રહ્મા )ની બુદ્ધિને ધિક્કાર, થાઓ. ) - પૂર્વકાલને વિષે ગંગા નદીને કિનારે રહેલા કેઈક સંનિવેશમાં ખટ કર્મમાં તત્પર અને દીવસમાં ત્રણવાર. સ્નાન કરનાર કપિલ નામે બ્રાહ્મણ રહેતો હતો. શૌચ કિયામાં તત્પર એવો તે બ્રાહ્મણ અપવિત્ર થવાના ડરથી ઘેરથી બહાર પણ કવચિતજ નિકળતો હતો, કેઈ માણસ જરા અડી જાય તો સ્નાન કરતો, કુતરાં, બીલાડાંને જરા સ્પર્શ થાય તોય નાહી નાખતો, ગાય ભેંસ કુતરાં બીલાડાં આદિ જાનવરના કરેલાં મુત્ર કે વિષ્ટા ઓળંગવી પડે કે એમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust