________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 65 ભૂલે ચુકે પગ પડી જાય તોય નાહી નાખતો. દિવસ ભરમાં તે જાણે કેટલીય વાર નાહી નાંખતો હશે. એવા તે શૌચમાં ચુસ્ત કપિલના મનમાં શૌચ સંબંધી અનેક વિચારે આવતા હતા. “ગાય, ભેંસ કુતરાં બીલાડાં આદિ અનેક પશુઓએ રાતદિવસ વિષ્ટા અને મુત્ર કરેલાં એવા અપવિત્ર માર્ગમાં ચાલનાર બ્રાહ્મણનો શિૌચધર્મ શી રીતે રહે? તેમજ જે ભૂમિ ઉપર સારાય વર્ષ દરમિયાન અનેક પશુઓએ વિષ્ટા અને મુત્ર કરેલાં હોય, તે ભૂમિની એ અપવિત્રતા વર્ષા- કાલે વરસાદથી ધોવાઇને બધી નદી કે તળાવમાં તણાઈ. જાય છે એ નદી કે તળાવમાં સ્નાન કરનાર બ્રાહ્મણ શી: રીતે પવિત્ર થાય ? સત્ય વાત તો એ છે કે શૌચધર્મ પાળનારને શૌચધર્મ વસ્તીમાં રહેવાથી સચવાત નથી. મન-. ખ્ય અને પશુથી રહિત સમુદ્રની મધ્યમાં કેઈ દ્વીપ હોય તો ત્યાં રહેવાથી શૌચધર્મ બરાબર પાળી શકાય. ' : અનેક વિચારોથી અને પોતાનો શૌચધર્મ બરાબર. નહી પળવાથી દુભાતો તે કપિલ દુખે દુખે કાલ વ્યતીત, કરતો હતો. એકદા કેઈ નાવિકના મુખથી એણે સાંભળ્યું કે “સમુદ્રની મધ્યમાં શેરડીના વાઢથી ભરપુર અભય નામે દ્વિીપ છે. મનુષ્ય અને પશુથી રહિત એ દ્વીપમાં શૌચધર્મ, બરાબર પાળી શકાય. ખલાસીની આ પ્રકારની વાણું સાંભળી કપિલે અભયદ્વીપ જવાની તૈયારી કરી. . . : " સગાં સંબંધી અને સ્નેહીજનોએ અનેક રીતે સમજાવવા છતાં કેઈનું વચન નહી સ્વીકારતાં સર્વના સ્નેહનો ત્યાગ કરીને કપિલ વહાણુમાં બેસી અભયદ્વીપ ચાલ્યા નાવિકે પણ અભયદ્વીપમાં કપિલને મુકી દીધો, જનશૂન્ય અભયદ્વીપમાં એકાકી કપિલ વાવડીઓના પાણીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust