________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - પશુપાલની વાણી સાંભળી ચારે મનમાં રાજી થયા, ચારે સમજ્યા કે પિતાએ ઇન્સાફ બરાબર કર્યો છે. ચારેના ભાગમાં લગભગ દોલત પણ સરખી જ આવે છે જેથી મનમાં રાજી થઈ પશુપાલના પગમાં પડથા, પિતાનો વિવાદ ભાગવાથી એનો બહુ બહુ આભાર માન્યો તેમજ મેટા ત્રણે ભાઈઓએ નાના ભાઈને જે વિડંબના કરી હતી છે તેની ક્ષમા માગી. બધા હળીમળી એક થઈ પશુપાલની રજા લઈ પોતાને ઘેર આવ્યા, ખુશી થયા છતા ચારે બંધુ એાએ વર્ધાપન મહોત્સવ કર્યો. મંત્રીની આ વાર્તા સાંભળી સર્વે સભાએ આનંદથી મસ્તક ધુણાવવા માંડ્યાં, રાજા પણ પશુપાલની ઈન્સાફ કરવાની ચાલાકીથી ચક્તિ થયો “તે પશુપાલે બધું શી રીતે જાણ્યું હશે? છતાંય કલાવન પશુપાલે પિતાની હોંશીયારીથી ચારેને વિવાદ ભાગી ન્યાય કરી દીધો તેમ પ્રિયા પણ શાસ્ત્ર હોવાથી કામશાસ્ત્રની નિપુણતાને લીધે કામકલાથી મને રંજીત કરે તો એ સંભવિત છે, નાહક એના ઉપર શંકા લાવી મેં એને જંગલમાં હિંસક જાનવિરનો શિકાર બનાવી દીધી. રાજા પદ્મ પશ્ચાત્તાપની આગમાં જલી રહ્યો, મંત્રીએ રાજાને હૃદય પલટો પારો શેક સાગરમાં મગ્ન થયેલો રાજા મરવા માટે તૈયાર થઈ ગયા, “હે મંત્રી ! મેં મહા પાપકર્મ કર્યું છે કામશાસ્ત્રને જાણનારી નિર્દોષ અને પવિત્ર સ્ત્રીરત્નને મેં મરાવી નાખી. પિતાને ઘેર સુખમાં રહેલી એ શુદ્ધ પ્રિયાને મેં દુ:ખના મહીસાગરમાં ધકેલી દીધી. હા ! હા! મારાં પાપ ! અમાપ છે માટે હવે પ્રાણને ધારવા હું સમર્થ નથી. અગ્નિની ચેહ ખડકાવ જેમાં બળીને હું પાપનું પ્રાયશ્ચિત કરીશ.” રાજાને ખરેખરે પશ્ચાત્તાપ થતો જાણી તકવીને P.P. Ac. Gunratnasuri M.S.