________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ જોયા, પશુપાલ ગામનો પટેલ અને પંડિત હતો તેણે આ. ચારેને પરદેશી જાણી પૂછયું. કયાંથી આવે છેક્યાં જાઓ છે ? પશુપાલની વાણી સાંભળી ચારે બાંધવો તેની પાસે, આવ્યા, નમીને પોતાની હકીકત વૃદ્ધ પશુપાલને તેમણે કહી સંભળાવી. તેમની હકીકત સાંભળી પશુપાલ બોલ્યો, “પુત્રો ! તમારા પિતા વિદ્વાન અને ડાહ્યા છે તેમણે તમારા ચારેનું હીત કરેલું છે એમ લાગે છે.” શી રીતે ? હે પૂજ્ય ! તો અમને સમજાવો ? અમારે વિવાદ નિવાર.” એ મુસાફરીથી કંટાળેલા ચારે. બાંધવો બોલ્યા, પુત્રો! તમારા પિતા વિચક્ષણ હોવાથી મને લાગે છે કે જે પુત્રને જે યોગ્ય હતુ તેજ તેને આપેલું છે. મોટાના કળશમાં ધૂળ નિકળવાથી એ પુત્રને જમીન જાયગા ખેતીવાડી બધું આપી દીધું છે. બીજાના કળશમાં હાડકાં નિકળ્યાં તેની મતલબ એ કે તેને ગાય, ભેંસ, બળદ, ઘેડા વગેરે આપેલું છે એમ સમજવું. ત્રીજાને શાહી આપવાથી દુકાનને વ્યવસાય, ખાતાં, પતરાં, દસ્તાવેજ, રાજસેવા વગેરે જેનો નિભાવ લખવા ઉપરજ ચાલે છે તે બધું એને સેપી દીધું, અને ચેાથે જે બાલક અને માને છે તેને કોઈપણ વ્યવસાયની અજ્ઞતાને લીધે ઘરની સુવર્ણ મહેર એટલે રોકડ રકમ આપી છે. આ સત્ય ઇન્સાફ છે, છતાં એમાં હવે જેને અધિક યા એથું ભાગે આવતું હોય તેમણે પોતપોતાના ભાગમાં આવતી વસ્તુઓની કીમત. ગણી સરવાળા કરે એટલે તરતજ ખબર પડી જશે. છતાં ચપળ લક્ષ્મીના માટે તમે ડાહ્યા થઇને અંદરઅંદર, ઝઘડશે નહિ” | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust