SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેમના આગ્રહથી શેઠે પુત્રોને શિખામણ દીધી.” તમે ચારે ભાઈ સંપીને રહેજે, નાના મોટાની મર્યાદા સાચવીને રહેશે તો કલેશને સંભવ નહી રહે છતાંય જો જુદા થાઓ તો આ ખંડની ચારે દિશાએ (ખુણે) ચાર કળશ દાટેલા છે તે તમારે અનુક્રમે લઈ લેવા.” તે પછી ધન્યશેઠ મૃત્યુ પામી ગયા, તેમની ઉત્તર ક્રિયા કરી કેટલોક સમય તેઓ સંપીને રહ્યા પણ સ્ત્રીઓની ખટપટે તેમને જુદા કર્યા - ચારે ખુણેથી તેમણે કલશ કાઢી લીધા, ધનના કળશમાંથી ધુળ નિકળી, ધનદના કળશમાંથી હાડકાં નીકળ્યાં, ધર્મના કલશમાંથી શાહી નિકળી ત્યારે તેમના કળશમાંથી સુવર્ણ મહોર નિકળી. સેમ તો રાજી રાજી થઈ ગયો.પણ પેલા ત્રણે ઝંખવાણા ફીકા પડી ગયા. આ અપૂર્વ બનાવથી સગાં સંબંધી પણ ભેગાં થઈ ગયાં, એક બીજા વાદવિવાદ કરવા લાગ્યા. પણ એમ પિતાનામાંથી ભાગ આપવા રાજી નહોતો જેથી સગાં સંબંધી પણ તેમના વિવાદનો નિવેડો લાવી શક્યા નહી. બધા વિચાર કરવા લાગ્યાં એના પિતા ડાહ્યા છતાં આ ત્રણે મોટા ભાઈએને કે ગેરઇન્સાફ કર્યો? ત્રણે મોટા ભાઈએ પણ પિતાને ઓળંભે દેવા લાગ્યા, “અરે ! આપણા પિતાએ નાના ભાઈને બધું આપી આપiણને મારી નાખ્યા. | ત્યારે નાના ભાઈએ કાંઈ ન આપ્યું, એમને ઇન્સાફ કેઈએ ન કર્યો ?' રાજાએ વચમાં મંત્રીને પૂછયું. છ માસ સુધી તેઓ રાજકચેરીમાં ઈન્સાફ કરાવા આવ્યા છતાં ન્યાય નહી મલવાથી નિરાશ થઈને ચારે ભાઈ પરદેશ ગયા. માર્ગમાં કોઈ એક ગામમાં તેઓ જઈ ચડ્યા. ગામના ચેરે-ચકલે બેઠેલા વૃદ્ધ પશુપાલે તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy