________________ ઉત્પન્ન થાય છે, ત્યાં લગી ભવોભવ એમનું ચારિત્રારાધન એમના મનના ઉચ્ચ વિચારો ભાવનાઓ ક્રમે કરી કેવી શુદ્ધ થતી જાય છે. સંસારમાં રહ્યા છતાં પણ એમની મનોદશા કેવી નિલેષપણે વ છે કે જેથી રાજ્યસુખ ભોગવતાં છતાં પણ એમાં આસક્તિ થતી નથી બલકે સમય આવતાં તૃણની માફક તેને તજી દે છે ને એકવીશમા ભવમાં તો એમની ભાવના છેલ્લી પરાકાષ્ટાએ પહોંચી જાય છે કે જેનાથી તેમને કૈવલ્યદશા પ્રગટે છે. આ ચરિત્રની અંદર વૈરાગ્યથી ભરેલી રસથી પરિ. પૂર્ણતાવાળી અનેક અવાંતર કથાઓ આવે છે જે વાંચનારને નરી એકાંતે હિત કરનારી જ હોય છે ટુંકમાં આ નવીન સાહિત્ય જરૂર આજના જમાનામાં ખુબજ ઉપચોગી થઈ પડશે. વિકમચરિત્ર જ્યારે અખંડિત રસધારાને જાળવી રાખે છે ત્યારે આ પુરૂષના હૃદયમાં વૈરાગ્યભાવનાને જન્માવે છે. મુક્તિને સાચે રાહ બતાવે છે. * પંડિતશ્રી રૂપવિજયજીએ આ ગ્રંથ રચીને આજના સમાજ ઉપર ખુબ ખુબ ઉપકાર કરેલો છે આવો અણુમોલ ગ્રંથ પ્રગટ કરી પ્રકાશન કરવાનું મહાભારત કામ કાંઈ જેવું તેવું નથી. તેથી જ પ્રકાશક શ્રીનાગરદાસભાઈની આ સાહિત્ય સેવાનાં મૂલ્ય તો અણમોલ છે. સિદ્ધાન્તની દષ્ટિએ રચાએલું આ કથાનક છે જેને સમાજ અપનાવે તો જ લેખક અને પ્રકાશકને પ્રયાસ સ્તુત્ય ગણાય. પ્રકાશકની સાહિત્ય સેવાને ઉત્તેજન મળે, ને આવાં કંઈ નવીન સાહિત્ય પણ પ્રગટ થઈ શકે ! - પંડિતજી રૂપવિજયજી ગણિવરના આ ચરિત્રનું માત્ર અમે તો તેમની ભાવના સાચવી રાખી ભાષાંતર કર્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust