________________ થાય છે કે જે પ્રગટ રીતે જૈન સિદ્ધાંતને કલંક સમાન છે. આજનાં સાહિત્ય સર્જન જે જૈનસિદ્ધાંતને માન્ય ન હોય તો એવા સાહિત્યની રચના પાછળ ભલેને આજનો સમાજ પૂણ્ય પાથરે પણ એ કાંઈ સાહિત્ય સેવા ન કહેવાય. આજના અપ્રામાણિક સાહિત્યે સમાજને જાણે આત્મતત્વ ભૂલાવી જડવાદમાં જ મુંઝવી દીધેલ હોય અને એમની એ સંકુચિત જડભાવનાને જ ઉત્તેજતો હોય એવાં સાહિત્યને જૈન સિદ્ધાંત કદિ અપનાવી શકે નહિ. ના જેનસિદ્ધાંત આજના એજ સાહિત્યને અપનાવી શકે કે જે સાહિત્ય આજના યુવકની મનોભૂમિમાં એની જડ ભાવના સામે તોફાન જગાવે. જુગજુગ પર્યતથી જામેલી એની એ સાંસારીક ભાવનાને હચમચાવી નવીન વિચારશ્રેણિ જગાવે ને આજ પર્યતને એનો સંસારક્રમ પરિવર્તનપણાને પામે, વસ્તુતત્વની ઓળખાણ કરાવે, સાચો રાહ બતાવી એની ભૂલનું ભાન કરાવે, ધર્મની દિશા સુઝાડે. આધુનિક પંડિત શ્રીરૂપવિજય મહારાજે રચેલું આ કથાનક જે કે ખુબ પ્રાચીન છે, કંઈ જુગનાજુગ પહેલાંનું આ કથાનક નથી છતાંય આજના જુગને અનુકૂળ થાય તેવી રીતે પંડિતશ્રીએ આલેખેલું છે જે ખચિત પત્થર સમાન લેજાવાળાને પણ હચમચાવનારૂ છે ગમે તેવા હિંસક કે પાપીના હૃદયમાં પણ એક વખત તો જરૂર અરેરાટી જગાવનારૂ છે. શંખરાજા અને કલાવતીરાણુના ભવથી આ ચરિત્ર કર્તાએ શરૂ કર્યું છે તે પછી ઉત્તરોત્તર એવી શમા ભવમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને ગૃહસ્થપણામાં જ કેવલજ્ઞાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust