SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન જૈન સાહિત્યનું સર્જન એવા પ્રકારનું હોવું જોઈએ કે જેના મનનપૂર્વક વાંચનથી વાંચનાર ઉપર એ વસ્તુતત્વની છાયા પડે, તેમજ વાંચનારે એક વખત વાંચવું શરૂ કર્યું કે એના રસની જમાવટમાં આકર્ષાયેલા એને પૂર્ણ કરવાની તલિનતા રહે. સાહિત્યની વસ્તુમાં અનેક પ્રકારની ભાવના હોય છે. તેમાંય વસ્તુત: જૈન સાહિત્યની ભાવના તો એવા પ્રકારની જ હોય છે કે તેથી વાંચકની ધર્મ ભાવના અવશ્ય પોષાય છે. એ સાહિત્યની અસરથી વાંચકનું મન અનેક પ્રકારના પલટા લે છે એના હૃદયના આંદોલનમાં તે અનેક તોફાન જગાવે છે. ' આજના જડવાદના જમાનામાં યુવકેની ભાવના સંસારના અનેક આકર્ષણેમાં લોભાઈ સંકુચિત થઈ જાય છે એ બાહ્ય આકર્ષણમાં જ જીવનનું સર્વસ્વ માની ત્યાંથી આગળ વધતાં એના કદમ અટકી જાય છે. પછી તો આ ભવના રંગરાગમાં મુંઝાઈ પરભવના હિત માટે કંઈક કરવાની ભાવના મૃતપ્રાય થઈ જાય છે. કારણકે આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા ! આજના યુવકની આવી સંકુચિત ભાવનામાં તોફાન જગાવવા માટે આવા જૈન સાહિત્યની પ્રસિદ્ધિની ખુબ ખુબ અત્યારે જરૂર છે, એમ અમે માનીયે છીએ, આજના યુગમાં સાહિત્ય તો અનેક પ્રગટ થાય છે ને એવા સાહિત્યને ઉત્તેજનારાઓનીય આજે કાંઈ ખામી નથી. જૈન સાહિત્યના નામ હેઠળ પણ આજે એવાં સાહિત્ય પ્રગટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy