________________ થયા, તેઓએ પાટણવાડાના રહીશ હતા. તેમણે પણ ચૌદ વર્ષની વયે સંવત 1723 માં દીક્ષા લીધેલી ને તે પછી સં. 1975 માં સ્વર્ગે ગયા. તેમની પાટે ક્ષમાવિજયજી થયા તેમની પછી જનવિજયજી, તેમની પછી ઉત્તમવિજયજી ને તેમની પછી શ્રીમાન પદ્મવિજયજી થયા, - પંડિતશ્રી પદ્મવિજયજી અમદાવાદના રહીશ હતા, સં. ૧૭૯ર માં જન્મ ધારણ કરી સં. 1805 માં દીક્ષા લીધી. સં. 1810 માં વિજયધર્મસૂરિજીએ રાધનપુરમાં તેમને પંડિતયદ આપેલું હતું. તે 1862 માં સ્વર્ગ ગયા. એમના શિષ્ય શ્રીમાન રૂપવિજયજી ગણિવર થયા. એમના જીવન સંબંધી ખાસ હકીકત જાણવામાં નથી છતાં તેઓ વિદ્વાનને માનવા ગ્ય, ક્રિયાપાત્ર, તપસ્વી કૃતિઓ-પૂજા વગેરે જોવાય છે તેઓશ્રી આ પૃથ્વીચંદ્ર ગુણસાગર કાવ્યના રચયિતા છે. પૂર્વાચાર્યે રચેલું તેને ઉદ્ધાર કરી આધુનિક અલ્પબુદ્ધિવાળા જીવને ઉપયેગી થાય તેવું સરળ ગદ્ય તેમજ પદ્યભાષામાં બનાવી પૂર્ણ કર્યું, - તપગચ્છથી પાટ પરંપરાએ શ્રી વિજયજીનેંદ્રસૂરિજીની પાટે નવીન–બાળ સૂર્ય જેવા વિજય દિનંદ્રસૂરિજીના સમયમાં સંવત 1882 ના શ્રાવણ સુદી પંચમીના દિવસે તેમણે રાજનગરમાં આ ગ્રંથની પૂર્ણતા કરી–સંપૂર્ણ કર્યો ને સં. ૧૯૦૫માં પોતે (શ્રી રૂ૫વિજયજી) સ્વર્ગે ગયા. લેખક અક્ષય તૃતીયા 1997 દહેગામ. 5 ( મણીલાલ ન્યાલચંદ શાહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust