________________ આભાર દર્શન શ્રી રૂપવિજયજી ગણિવર પંચમ ગણધર સુધર્માસ્વામી પછી ચરમ કેવલી જંબુસ્વામી તેમની પાટે આવ્યા. કેટલાય યુગ પ્રધાન અને સૂરીશ્વરોએ એ પાટને ભાવી. અનુક્રમે ૫૮મી પાટે શ્રીહીરવિજયસૂરીશ્વરજી થયા. તેમની પછી વિજયસેન સૂરીશ્વરજી થયા, તેમની પાટે વિજયદેવસૂરિજી થયા. તેમની પછી 61 મી પાટે શ્રી વિજયસિંહસૂરિજી થયા. કહેવાય છે કે તેમને બાવન શિષ્યો હતા તેમાંથી સત્તર શિષ્ય તો ભારતીનું વરદાન પામેલા એવા વાદ વિવાદમાં નિપૂણ હતા, - એ બધાય શિષ્યોમાં શ્રીમાન સત્યવિજયજી આદ્ય અને મુખ્ય હતા. ચૌદ વર્ષની ઉમરમાં એમની દીક્ષા વિજયસિંહરિજીના હસ્તે થઈ હતી. ભવાંતરનો ક્ષયશમ સારો હોવાથી ભણી ગણું વિદ્વાનોને પણ માનવા યોગ્ય થયા, એ સમયે યતિએનો શિથિલાચાર વૃદ્ધિ પામતો હોવાથી ગુરૂઆશા મેળવી એમણે (સત્ય વિજયજીએ) કિયા ઉદ્ધાર કર્યો. શ્રી વિજયપ્રભસૂરિએ સંવત 1729 માં જતમાં એમને પંન્યાસ પદ આપ્યું. છઠ્ઠ અઠ્ઠમની તપસ્યા કરનારા એ મહામુનિએ ખુબ સહન કરીને પણ શુદ્ધ માર્ગ પ્રવર્તાવ્યું. છેસંવત ૧૭પ૬ ના પોષ સુદી 12 ના રોજે પંન્યાસજી . કાલ ધર્મ પામ્યા ને એમની પાટે શ્રીમાન કપૂરવિજયજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust