SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 56 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરભવનું ભાતુ સાથે આવતુ જાણી રાજાએ તે શેનું વચન માન્ય કર્યું, રૂડે ભાવે સ્નાન કરી પુષ્પાદિથી છનેથરની મહાન ભક્તિ કરી. તે પછી નજીકમાં રહેલા અમિત તેજ નામના જ્ઞાની મુનીશ્વર પાસે ગજશેઠ રાજાને લઈ ગયો, રાજાએ ગુરૂને વંદન કર્યું, જ્ઞાની ગુરૂએ રાજાની મુશ્કેલી જાણી ઉપદેશ આપે. જન્મ, જરા અને મૃત્યુથી ભરપુર આ સંસારસાગર રેગ, શેક, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે. તેમાં દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યંચ એ ચારે ગતિમાં ભ્રમણ કરતા પ્રાણીઓ અનંત દુ:ખ ભોગવે છે. ક્રોધ, માન, માયા અને લેભરૂપી ચારે સર્ષોથી ડસાયેલા પ્રાણીઓ સંસારમાં અનેક પ્રકારના વિચિત્ર કિલકિલાટ કરી રહ્યા છે. ક્રોધ એ આત્માને અધોગતિ લઈ જનાર ભયંકર દુર્ગુણ છે. ક્રોધને વશ થયેલા પ્રાણીઓ હે રાજન ! તારી માફક ક્યા અનર્થને નથી કરતા ? ક્રોધાધીન પુરૂષો આલોક અને પરલોકમાં દુ:ખને જ ભજનારા થાય છે. એ ભયંકર ક્રોધ સર્ષથી ડસાયલે પદ્મરાજા કાંઈ ઓછા અનઈને પામ્યો નથી. 23 એ પદ્મરાજા કોણ? અને શી રીતે અનર્થને પામ્યો ? રાજા શંખ ભૂપતિએ ગુરૂમહારાજને પૂછ્યું, કાષ્ટભક્ષણ માટે તૈયાર થયેલા રાજાને ગજશેઠે એક રીતે વિલંબ કરાવવા માટે વચમાં જીનપૂજન અને ગુરૂ વંદન એ બે મહાન પ્રસંગે ઉભા કર્યા. એ બન્ને પ્રસંગે. રાજાના ધગધગતા હૈયાને આશ્વાસનરૂપ હોવાથી રાજા એ અને પ્રસંગે ઉજવી લેવા તૈયાર થયો, જીનપૂજન કરી, ગુરૂવંદનનો લાભ લીધો, ગુરૂ વંદનનો લાભ લેતાં પરભ-. વિના સારા ભાગ્યેયે ઉપદેશ સાંભળવાની તક મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy