________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 55 રાજાને જીવતો રાખવા માટે અનેક પ્રયત્નો થવા લાગ્યા, અનેક લેકે અરજ કરવા લાગ્યા. “અરે નારેશ્વર ! તમે એક તો મહાન અકાર્ય કર્યું, હવે વળી બીજું એથીય મહાન અકાર્ય કરી શા માટે દાઝેલા ઉપર અંગારે નાખવાની ઈચ્છા કરે છે ? સંસારમાં ભીરૂ પ્રાણીઓના આપ આધાર છે, આપ જ જ્યારે ધીરતા છોડી દેશે ત્યારે અમારા બધાની શી ગતિ બાલક પણ ઘરને બાળીને અજવાળું કરતો નથી. આપ જરા તો વિચાર કરો ? “ઈટ માટે ઇમારત કેણ તોડી પાડે ?. મંત્રીઓની અનેક પ્રકારની આજીજી છતાં શંખરાજ અશ્વ ઉપર સ્વાર થઇને નગરની બહાર બળી મરવાને ચાલે. એ બળતા જીગરમાં કેઇની આજીજી ઠંડું જળ રેડી શકી નહી. ધગધગતા હૃદયવાળે રાજા પોતાના નિશ્ચયમાં અડગ હતો. તેના પશ્ચાત્તાપથી ધગધગતા હૈયાને આવેશ રોકવાને કેાઈ સમર્થ થયું નહી. રાજા અગ્નિ ભક્ષણ કરવાને નંદનવનમાં આવ્યો જાણી અનેક જને રૂદન કરવા લાગ્યા, નગરની ખાનદાન અને ઉચ્ચકુટુંબની નારી છાતી કુટતી રૂદન કરવા લાગી, રાજાની પાછળ મંત્રી વર્ગ, મહાજન તેમજ રાજ્યાધિકારી પુરૂષો આવી પહોંચ્યા રાજાના નિશ્ચયને કઈ રીતે ફેરવો જોઈએ પણ કઈ રીતે ? . કેાઇની શીખામણ કે વિનંતિની અસર રાજાને થઈ નહી અને રાજાએ જયારે ચેહમાં બળી મરવાની તૈયારી કરવા માંડી ત્યારે બીજો કોઈ ઉપાય નહી ચાલવાથી ગજ શેઠે રડતે રડતે વિનંતિ કરી. “સ્વામી ! અહીં નજીકમાં જીનેશ્વર ભગવાનને પ્રાસાદ છે તો આપ પ્રથમ વીતરાગ ભગવાનની પુષ્પ વગેરેથી પૂજા કરી લ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust