________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 4 હશે ! અરે એ મારી પ્રિયાનું મેં મને કણ બતાવે ! એનું મનહર હસમુખુ વદન હું ક્યારે નિહાળીશ ! એ અક્ષત અંગોપાંગવાલી પ્રિયા મને કેઈ બતાવો ? એ નિર્દોષ પ્રિયાને સંતાપી-દુ:ખી કરી હું હજી જીવું છું ? અરે હૃદય ! : તું ફાટી જા, ફીટી જા, ભુંડ કામ કરતાં લેશ પણ વિચાર નહિ કરનાર હે નિષ્ફર ! નિર્દય ! હવે તને જીવતાં લાજ નથી આવતી? પ્રિયાને મરાવી નાખી હવે દુનિયાને શું માં બતાવવા તું જીવે છે. વિણસી જા, ફટીજા. '' દુભાવી જે સતી નારી, જીવ્યા તો શું મુઆ તો શું ?' નિર્દોષ પ્રજાને સંતાપી, જીવ્યા તો શું મુઆ તો શું ?' કરી જરી વ્યભિચારી, જીવ્યા તો શું મુઆ તો શું ?' કરીબાવી જે ભલી નારી, જીવ્યા તો શું મુઆ તો શું ? મારે હવે તો આ મહાન પાપનું પ્રાયશ્ચિત્ત કરવું, જોઈએ, નિર્દોષ અને પવિત્ર પ્રિયાને મરાવી નાખી ક્યા સુખને માટે મારે જીવવું જોઈએ? મંત્રીશ્વર ! નગરની બહારે તમે કાષ્ટ એકત્ર કરી ચહે તૈયાર કરાવો, જેમાં આ| મારા પાપી દેહને જલાવે ? બસ! એજ નિશ્ચય મંત્રીશ્વર જેમ બને તેમ ચેહ તાકીદે તૈયાર કરાવો. 2 , ક્ષત ઉપર ક્ષારની જેમ કાષ્ટભક્ષણની વાત સારા ; નગરમાં પ્રસરી ગઈ. બધીય નગરી હલમલી ગઈ. રાણીએ કરૂણ રૂદન કરવા લાગી. મંત્રીઓ અનેક રીતે રાજાને સમજ જાવવા લાગ્યા, મોટા મોટા રાજપુરૂષ, નગરના મહાજન, રાજાને વિનવવા લાગ્યા. રાજા મહેલ આગળ અનેક માને" વીનાં જુથ ઉભરાવા લાગ્યાં, શેકસાગરમાં ડુબેલા બધા રડી રહ્યા હતાં, નગરની નારીઓ પણ વિલાપ કરતા ચોધાર આંસુડાં પાડી રહી હતી. એ ભયંકર દિવસે માતા. એ પોતાનાં બાળકને પણ ધવડાવવાં છોડી દીધ"; P.P. Ac. Gunratnasuri M.S.