________________ 46 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દુ:ખ જરા વિસરી ગઈ જાણે કે રાત્રીની સાથે એનું દુ:ખ પણ પૂર્ણ થયું કે શું ! પ્રાત:કાળે સૂર્યોદય થતાં સિંધુ નદીના જળમાં સ્નાન કરવાને આવતા એક તાપસની નજર ભાગ્યયોગે આ વનદેવી કલાવતી ઉપર પડી. “અરે ! આ શું ! આ તે કઈ વનદેવી કે વિદ્યાધરી! પિતાના બાળકને લઈને કીડા કરવા આવનારી આ નાગાંગના કે નૃપાંગના ! આ કોણ હશે? કિઈ દિવસ નહિ ને આજે આ દશ્ય જોવાથી ચકિત થયે લે તે ધીરેધીરે કલાવતી પાસે આવ્યો. વિચિત્ર વેશવાળા - આ પુરૂષને જોઈ કલાવતીનું મન શંકાશીલ થયું, છતાં દિવ ઉપર ભરોસે રાખીને ભાવીનો વિચાર કરતી સાવધ થઈ ગઈ, - “બહેન ! આ ભયંકર જંગલમાં તમે શું ભૂલા પડ્યાં છો? કે અકસ્માત આવી ચડ્યાં છે? ગભરાશે નહિ ધીરજથી કહો .એ તાપપુરૂષની મધુર વાણી સાંભળી કલાવતીને હિંમત આવી. ભાઈહું એક દુ:ખ અને દુર્ભાગ્યના ગે જગલમાં આવેલી અનાથ સ્ત્રી છું. જનશુન્ય આ જગલમાં તમે ક્યાંથી ?' * અહીં નજીકમાં અમારે તાપસને આશ્રમ છે ત્યાં અમારા કુલગુરૂ તમારું સ્વાગત કરશે, એમના ધર્મોપદેશથી તમારું દુ:ખ દૂર થશે, માટે ચાલે. તમને ગુરૂજી સારે માર્ગ દેખાડશે. તાપસનાં વચન સાંભળી કલાવતી પોતાના બાળકને લઈ. તાપસની સાથે ચાલી. તપોવનમાં આવેલી કલાવતીએ કુલગુરૂને નમી પ્રણામ કર્યા. તેમની આગળ - હાથ જોડી બેઠી. કુલગુરૂએ કુશલવાર્તા પૂછી. “વત્સ ! આ - ભયંકર અરણ્યમાં એકાકી કયાંથી ??? Sun Gun Aaradhak Trost ... P.P. Ac. Gunratnasuri M.S.