SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 45 કપાએલા હાથને બદલે નવીન બાહલતા પણ આભૂષણ-- યુક્ત પ્રગટ થઈ. સતી કલાવતી પોતાની બાહલતા અને દેવીને નિહાળી ખુશી થતાં દેવીની સ્તુતિ કરી. હે દેવી! તમે જય પામો ! હે નિર્દોષ અને પવિત્ર માતા ! તમારું કલ્યાણ થાઓ, મારા જેવી દીન, દુ:ખી અને અનાથ અબળાઓનું તુજ રક્ષણ કરનારી છે, જીવિત આપનારી છે. સતી! દુ:ખમાં ધીરજ રાખજે ભવાંતરનું તારૂ મહાન પાપકર્મ હવે નામશેષ થઈ ગયું છે. સૌ સારૂં થશે, હજી તારે આ પુત્ર સહિત ઘણે કાલ રાજસમૃદ્ધિ ભેગવવાની છે. હિંમત રાખજે દેવી તરતજ અદશ્ય થઈ ગઈ. પિતાના બન્ને કમલ હાથવડે બાળકને તેડી લઇ કલાવતી નદીના કાંઠેથી દૂર એક વૃક્ષ નીચે આવીને બેઠી. મનમાં અનેક વિચાર થતા હતા. વિચારોને અંગે સંતાપ હતો, વ્યાકુળતાય હતી. “અરેપૂર્વે જે મેં શ્રમણીધર્મ સ્વી-- કાર્યો હોત તો મારે આ આપદા ક્યાંથી આવત? જેમનાં મનમંદિર કામ પિશાચની વ્યાકુળતા રહિત છે, જેઓ શીલ ધર્મથી સુશોભિત છે તેમજ જીનેશ્વરના આગમોનો અભ્યાસ કરવામાંજ જે પોતાનો કાલ નિર્ગમન કરે છે એવા શ્રમણ શ્રમણી વર્ગને મારે નમસ્કાર થાઓ.” પિતાના પાપની. નિંદા કરતી કલાવતી ડુસકાં ભરતી વનના પ્રાણુઓનેય રડાવવા લાગી. કલ્પાંત ભરેલી એ ગોજારી રાત્રી પણ પૂર્ણ થઈ ગઈ. પ્રાત:કાળનો સૂર્યોદય થયો, પ્રભાતનાં પંખી પોતપોતાની ભાષામાં કિલકિલાટ કરતાં મધુરા ગાનનો આરંભ કરતાં હોવાથી વનપ્રદેશ પણ રમણીય લાગવા માંડ્યો. એ કુદરતની લીલા જોવામાં કલાવતી પોતાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy