SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ E 44 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નમસ્કાર તને! બાલકની પછવાડે જ ઘસડાતી આગળ ઘસી. પિતાને હાથ નહી હોવાથી નદીના તીર પ્રદેશ પાસે આવેલા બાળકને પિતાના બે ચરણો વચ્ચે રાખી રોકી લીધો પણ હવે લેવો શી રીતે ? ને હવે જે તે ચરણેમાંથી બાળક ખસી જાય તો સિંધુનાં ઉડાં જળ સિવાય - બીજુ સ્થાન નહોતું; શુ કરે ! કેની મદદ માગે?. - “હે નદી માતા ! હે સિંધુ દેવી! તમે પ્રચંડ શક્તિશાળી છો. હું તમારા ચરણેમાં નમું છું. દીન, અનાથ અને દુખિની એવી મારા ઉપર તમે દયા કરે, મારા બાળકિનું રક્ષણ કરે !" રૂદન કરતી કલાવતીની અરજ સાંભમળવાની નદી દેવીને પણ અત્યારે ક્યાં નવરાશ હતી? આફત આવે છે ત્યારે ચારેકોરથી ધમાલ કરતી આવે છે. દુ:ખમાં -ભાગ પડાવવાને કણ આવે છે ? સુખમાંજ સૌ કઈ ભાગ પડાવે છે એવો જગતનો નિયમ છે. દુ:ખમાં અત્યારે એ સતીની કસોટી બરાબર દેવ કરી રહ્યું હતું. સુવણને અગ્નિમાં શું તપાવું નથી પડતું ? ચંદ્ર અને સૂર્ય જેવા સમર્થ શક્તિશાળીને પણ રાહથી કવચિત પ્રસાવું પડે છે છે ત્યારે આ તો એક દુ:ખી અબળા, તેમાંય હાથ વિનાની. . “અરે જગતમાં જે શીલ જયવતું હોય, શાસનદેવો પણ જો શીલને માનતા હોય, શીલ તરફ તેમને ભક્તિભાવ હેય, એ જગતમાં પવિત્ર અને અલૌકિક ગણાતું શિયલ જો મેં પવિત્ર-શુદ્ધપણે પાળ્યું હોય, અને મારૂં શિયલ કલંક રહિત હોય તે હે દેવી ! હે નદી માતા ! આ મારા બાળકના રક્ષણને ઉપાય કરો !" આકંદ કરતી એ સતીના તરફડાટ અને શીલના પ્રભાવથી સિધુ દેવીનું સિંહાસન કંપાયમાન થયું, સંભ્રમથી દેવી એકદમ તત્કાળ સતી કલાવતી આગળ હાજર થઈ. એનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy