________________ એકવીશ ભવને નેહસંબંધ 43 સમદષ્ટિવાળા થઈ જાય છે. જગતમાં જ્ઞાનીઓના જીવનની તે બલિહારી છે. બાળકનો જન્મ થયા પછી કલાવતીના જીવનમાં પરિ.. વર્તન થયું. બાળકના મેહે એના જીવનમાં મમત્વભાવ જાગૃત થયો. પોતાના અને બાળકના જીવન માટે એને ચિંતા થવા લાગી. “અરે ! આવા ભયંકર જગલમાં અમારૂ શું થશે ? અરે પુત્ર ! તું ભલે આવ્યે ! દીર્ઘ આયુષ્યવાળે થા ! મોટા ભાગ્યવાળે થા ! વારંવાર એ બાળપુત્રના સુંદર વદનને નિરખતી પિતાનું વાત્સલ્ય બતા--- વતી હતી. પણ વિધિએ કલાવતીનો એટલો આનંદ પણ ઝુંટવી લીધો. એ ચપળ બાળક માતાની ગોદમાં પડેલ ને કુદકા મારતો રમતો હતો એ દરમિયાન વીજળીના કડાકા ભડાકા થાય અને મેઘની ઘોર ગજનાથી જગલમાં રહેલા એકાકી માનવીનું હૈયું જેમ એકદમ ભયગ્રસ્ત થાય તેમ બાળક ભયગ્રસ્ત થઈ માતાની ગોદમાંથી નીચે પડી ગગડતો સિંધુના: જળ પ્રદેશ તરફ ચાલ્યો ગયો અને કલાવતી બેબાકળી. બની ગઈ, પોતાને હાથ પણ નહોતા કે એ બાળકને ઝટ ઉપાડી લે ! અરે આતે રત્ન આપીને નદી માતા એને પિતાના ઉદરમાં સમાવી લેશે કે શું ? “હા ! હા! ધિક્ ! ધિક ! વિધિ આ શું કરવા બેઠી ? અરે દુષ્ટ વિધિ ! આટલી બધી પૃથ્વી પડી છે, અનેક પાપીમાં પાપી માનવ જગતમાં વિદ્યમાન છે છતાં તું મારે કેડે કેમ પડયું ! અને એક ગરીબ રાંક અબળાની પાછળ ! તું તો મરતાને મારે છે. બહાદૂર પુરૂષો તો જગતમાં કાંઈ મરતાને પાય મારતા, નથી. શરણે આવેલાને બચાવી લે છે. ને તું તો ખરેખર વિચિત્ર છે. તારી નફટાઈની તે કાંઈ હદ છે? નવગજના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust