________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 517 સામાન્ય રીતે જીવનું ઉત્પત્તિસ્થાન નિગોદ છે. નિગોદમાંથી નિકળેલો જીવ સંસારમાં ચારે ગતિરૂપ હૃવસાગરમાં-ચૌરાસી લાખ જીવનિમાં ભમ્યા કરે છે. મુક્તિમાં જતો નથી ત્યાં સુધી આ સંસારમાં એને સુખદુ:ખનો અનુભવ કરતાં ભમવાનું જ રહે છે. જ્યારે એ મુક્તિમાં જાય છે ત્યારથી એના ભ્રમણનો અંત આવી જાય છે, અને સાદિ અનંત ભાંગે મુક્તિમાં એની સ્થિતિ કાયમી થઈ જાય છે. . દેહથી રહિત હેવાથી આત્માને ત્યાં કમજન્ય સુખ દુ:ખને અનુભવ નથી. જે શરીરમાંથી નિકળી તે મુક્તિમાં ગયેલો હોય છે, તે શરીરના ત્રીજા ભાગ જેટલી અવગાહના પ્રમાણ લોકાંતના આકાશપ્રદેશને અવગાહીને રહે છે. રેગ, શેક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ એ બધાં કર્મજન્ય હોવાથી ત્યાં અશરીરી આત્માને એમાંનું કાંઈ પણ નથી. ભુખ તેમજ તૃષા તેમને બાધા કરતી નથી. શીત કે ગરમી તેમને પીડી શકતી નથી. વેદનીયકર્મને ક્ષય થવાથી શરીરજન્ય શાતા અશાતા મુક્તિ માં નથી કિંતુ આત્મિક સુખનો પોતે લેતા હોય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનથી લોકાલોકના ત્રણે કાલના સ્વરૂપને જાણનારે ને જોનાર આત્મા જ્ઞાનસુખ અને દર્શનના સુખોને અનુભવી રહ્યો છે. સુખ એ આત્માનો સહજ ગુણ હોવાથી જગતમાં અનુભવાતું ગમે તેવું સ્વરૂપ પણ મુક્ત આત્માને તે સુખરૂપે જ પરિણમે છે એવા અવ્યાબાધ અને અનંતસુખનો ભોગી છે. ચૌદ રાજલોક રૂપી પુરૂષના લલાટ સ્થાને સિદ્ધશિલ્લા છે. એ સિદ્ધક્ષેત્ર અઢીદ્વીપના પ્રમાણ સરખું પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ છે. એટલે અઢીદ્વીપના ગમે તે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust