________________ 116 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અવગાહન કરતા માત્ર એક જ સમયમાં લોકાંત પર્વત ચાલ્યા ગયા, ધર્માસ્તિકાય આદિની સહાયતાથી આત્માની ગમનાગમનાદિ ક્રિયા થઈ શકે છે. ને લોકાંત પર્યંત ધર્માસ્તિ- કાયાદિ હોવાથી ત્યાં જઈ અટકી જાય છે પરન્તુ આગળ છેધર્માસ્તિકાયાદિકનો અભાવ હોવાથી ત્યાંથી આત્મા આગળ - જઈ શક્તો નથી. કેમકે ચૌદ રાજલોક ધર્માસ્તિકાયાદિ | ષ દ્રવ્યથી ભરેલો છે, તે સિવાય અલાકમાં તો આકાશ સિવાય બીજુ કોઈ દ્રવ્ય નથી. ચૌદ રાજલોકની આજુબાજુ અલોક અનંત છે. એ અલોકનો પાર પામવાને તો કેઈ સમર્થ નથી. જ્ઞાની પણ જ્ઞાનથી અલોકનો અંત દેખી શકતા નથી, સંસારમાં જન્મ મરણ કરતા આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં અનેક સમય લાગે છે ત્યારે મુક્તિ જનારો આત્મા અનંત શક્તિનો ધણી હોવાથી એક સમયમાં જ લેકાંત પહોચી જાય છે. - અનંતસુખનો ધણી–ભક્તા હેવાથી સર્વથા કર્મ રહિત થતાં જીવ સ્વાભાવિકરીતે જ ઉદર્વગમન કરી લોકાંતે જઈ અટકી જાય છે. કુંભારના ચાકની માફક કે હિંડેલાની મા અથવા તો ધનુષ્યથી છુટેલા બાપુની માફક પૂર્વ પ્રયોગ વડે જેમ તેમની ગતિકિયા થાય છે તેમજ કર્મથી મુક્ત થયેલા જીવની પણ એ સિદ્ધગતિમાં ગમનરૂપ ક્રિયા થાય છે. જળમાં માટીના ભારથી દબાયેલું તુંબડ જેમ માટીથી મુક્ત થતાં નીચેથી ઉપર આવે છે . તેમ કર્મરૂપ લેપથી રહિત થતાં જીવ પણ ઉદર્વગતિ કરે 1. છે કારણ કે જીવની સ્વાભાવિક ગતિ જ ઉર્વ રહેલી છે તેથી તેની ઉદર્વગતિ થાય છે, અને લેકાંતે જઈ અટકી જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust