________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 515 10 મોક્ષગમન અને છેવટ. તેરમાં ગુણસ્થાનકે રહેલ પૃથ્વીચંદ્ર રાજર્ષિ અને : ગુણસાગર કેવલી પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્યજનોને - પ્રતિબંધ કરતા ભવ્યજને પર ઉપકાર કરવા લાગ્યા. કેવલજ્ઞાન અને કેવલદર્શનથી લોકાલોકના સ્વરૂપને જાણ - નારા એ બન્ને મહામુનિ હવે કૃતકૃત્ય થયા હતા. ને પૃથ્વીમંડલ ઉપર વિહાર કરી ભવ્યજનો પર ખુબ ઉપકાર - કરતા અનેક જીવને ભવસાગરથી ડુબતા બચાવવામાં સહાયકારી થતા હતા. ભવ્ય જને ઉપર ઉપકાર કરતા તેમનો નિર્વાણ સમય હવે નજીક આવ્યું જાણું મન, વચન અને કાયાના વેગોને રાધતા તેરમા ગુણસ્થાનકને અંતે નામકર્મની ઓગણત્રીસ ને વેદનીયની એક એમ ત્રીસ પ્રકૃતિનો ઉદયમાંથી ક્ષય કરતા ને શુકલધ્યાનના ત્રીજા પાદનું ધ્યાન કરતા એ ચૌદમે ગુણસ્થાનકે આવ્યા. ચૌદમાં ગુણસ્થાનકને કાલ પાંચ - હસ્વ સ્વરનું ઉચ્ચારણ કરતા એટલે કાલ જાય તેટલે છે. તેરમાં ગુણસ્થાનકે મન વચન ને કાયાના યોગોનો - રોધ કરી શૈલેશીકરણ–ચૌદમાં ગુણસ્થાનકમાં પ્રવિષ્ટ થયા. - એ ગુણસ્થાનકના ઉપાંત્ય સમયે સત્તામાં રહેલી બહોતેર પ્રકૃતિનો ક્ષય કરી અંત સમયે શેષ રહેલી તેર પ્રકૃતિનો - ક્ષય કરી નાખી તેમજ ઉદયમાં રહેલી પ્રકૃતિએનો પણ ક્ષય થઇ જતાં એ મહામુનિએ શિવવધુના ભરથાર થયા. પોતપોતાનું આયુ પૂર્ણ કરી મુક્તિ પુરી ચાલ્યા ગયા. " અંત સમયે પોતાના આત્મપ્રદેશ વડે જેટલા આકાશ પ્રદેશ અવગાહ્યા હોય તેટલા આકાશપ્રદેશની સમશ્રેણીએ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust