________________ 514 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર , “હે ભગવન ! તમારામાં તેમજ ગુણસાગર કેવલી માં આટલી બધી સરખાઈ કેમ જણાય છે ? . એ સુધનના પ્રશ્નના જવાબમાં પૃથ્વીચંદ્ર કેવલીએ પર્ષદાની આગળ શુંખરાજા અને કલાવતી રાણીના - ભવથી શરૂ કરી બન્નેને આ ભવમાં કેવલજ્ઞાન પ્રગટ થયું ત્યાં લગીનો તમામ વૃત્તાંત કહી સંભળાવ્યો, એ એકવીશે ભવનો બન્નેનો સંબંધ સાંભળી પર્ષદા તાજુબ થઈ ગઈ ' છેવટે ઉપસંહાર કરતાં કેવલી બોલ્યા, “હે સુધન ! અમે બન્ને દરેક ભવમાં લગભગ પુણ્યાનુબંધી પુણ્ય સરખું જ મેળવતા હતા. જેથી અમે સરખી સુખ સંપત્તિ ભાગવતા હતા. હે શ્રેષ્ઠિન ! આસન્ન સિદ્ધ થનારા તત્વવેદી જીવોનાં મનવિષની માફક વિષમાં રમતા નથી. પૂર્વભવની આ મારી સ્ત્રીઓ પણ સંયમની આરાધના કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉતન થઈ ત્યાંથી આ ભવમાં પણ મારી સ્ત્રીઓ થઈ. મારી પછવાડે તે પણ કેવલજ્ઞાનને પામી. જગતમાં પ્રાય: કરી સરખા ગુણવાળા પ્રાણીઓમાં જ પ્રેમ ઉત્પન્ન થાય છે. રાજહંસની સ્ત્રી મરાલી કાગની સાથે કાંઈ રમતી નથી. એ પ્રમાણે કેવલજ્ઞાનીની વાણી સાંભળી સુધી પણ પ્રતિબંધ પાયે છતો ધર્મ પામ્યો. બીજા પણ અનેક ભવ્યજનો ધર્મને પ્રાપ્ત કરી યથાશક્તિ ધર્મનું આરાધન કરવા લાગ્યા. એવી રીતે ભવ્યજનોને ધર્મ પમાડી પૃથ્વીચંદ્ર કેવલી પરિવાર સાથે અયોધ્યાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. * અયોધ્યાની ખાલી પડેલી જ્યગાદી ઉપર સૌધ કે હરિસિંહરાજાના દ્વિતીય પુત્ર હરિફેણને રાજ્યાભિષેક કર્યો. તે પછી તે પિતાના સ્થાનકે ગયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust