SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ - -- એકવીશ ભવનો સ્નેહસંબંધ 497 લાગી, “હે વત્સ! તારા જેવા વિનયવાન પુત્ર માટે અમારા કંઈ કંઈ મનોરથો હતા જે આજે પ્રતિકૂળ વાયુ વડે તું નિષ્ફળ કરીશ નહિ, તારા વગર પાકેલા ફલની માફક મારું હૃદય ફાટી જશે. તો હે કુમાર! જરાવડે જર્જરીભૂત થયેલા એવા અમારૂં તું પાલન કર, ને અમારા મૃત્યુ પછી તું તારી ઈચ્છા પૂર્ણ કરજે.” * માતાનાં વચન સાંભળી ગુણસાગર બે, “મોહને આધિન થયેલા તમે જે વાત કરી તે ઠીક છે છતાં મૃત્યુ કાંઈ કમ નથી, ક્યારેક એ બાળકને હણી ને વૃદ્ધનું રક્ષણ કરે છે. મૃત્યુ તે કેઈનું મિત્ર થયું છે વારૂ! જે એમ જાણે કે મૃત્યુ એનું મિત્ર છે અથવા પોતે પોતાને અમર માનતો હોય તે જ સંયમને વિષે પ્રમાદ કરે છે, હું એ ન હોવાથી માતા ! હું તો અવશ્ય સંયમને આદરીશ, આ અસાર સંસારમાં છ અનંતીવાર પુત્રપણાને પામે છે. અનંતીવાર માતાપણાને કે પિતાપણે ઉપન્ન થાય છે. કર્મને આધિન સ્થિતિવાળા છે સ્ત્રી, પુત્ર, માતા, પિતા, મિત્ર, ભગિની ભાઈ, શત્ર, કે સ્નેહીપણે ઉખન્ન થાય છે એવા સંસાર સ્વરૂપને વિચાર કરનારી હે માતા! તુ મારે માટે ખેદ શું કરવા કરે છે? જે હું જ તને ઈષ્ટ છું તો મરણથી ભય પામેલા મને દીક્ષા લેતાં તારે અટકાવ નહિ. અંધ કુવામાંથી કે અગ્નિમાંથી, સમુદ્રમાંથી કે રોગ, શાક અથવા દારિકથી બહાર નિકળતા અને મુક્તિની રાજ્યલક્ષ્મીને ઉપન્ન કરતા પુત્રને કચી માતા અટકાવી શકે? માટે હે માતા ! ભવસાગરમાંથી બહાર નિકળતા એવા મને તું રજા આપ, સંસાર તરવા માટે તું મને સહાય કરનારી થા, માતા! 32 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy