________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્થામાં ધર્મ સાધન કરવું શ્રેષ્ઠ છે, માટે અત્યારે તારે ધર્મસાધનનો વિચાર કરે નહિ. પિતાનાં વચન સાંભળી પુત્ર છે. “પિતાજી! ધર્મ થકી જ સુખ થાય છે. ઘણાકાલ પર્યત ભેગવેલા અર્થ અને કામથી તો ફક્ત પાપ જ પેદા થાય છે. હે પિતાજી! અનાદિકાળથી આજપર્યત ષડ રસા'દિક જે ભોજન કર્યા તે જો એકત્ર કરી ઢગલે કરવામાં આવે તો મેરૂથી પણ અધિક થઈ જાય, આજ સુધીમાં જે જળનું પાન કરેલું તે એકઠું કરતાં સાગરના સાગર છલકાઈ જાય, જે ફળનો આહાર કરેલ છે તે બધાં જ એકત્ર કરીયે તો સમગ્ર વૃક્ષ ઉપર પણ સમાઈ શકે નહિ, આ સંસારમાં એવા કેઈ ભેગો નથી કે જે ભેગો આ જીવે અનંતીવાર ન ભોગવ્યા હોય, તો પણ એવા ભાગેથીય રંકને સ્વમામાં મળેલા રાજ્યની જેમ જીવને તૃપ્તિ થઈ નહિ. ભૂતકાળમાં એ બધાં ભાગવેલાં સુખો આ ભવમાં જીવને પ્રાય: સ્વમાની માફક થઈ જાય છે. જેથી જીવની લાલસા વૃદ્ધિ પામતી નથી. માટે એવા ભેગોમાં ન લયટાતાં હે પિતા ! બેધ પામો, મેહમાં મુંઝાએ નહિ. એ ભેગને ભેગવવા છતાં સંતોષ થતો નથી. મુક્તિમાં રક્ત વિવેકીજને ભેગને માટે કોઈ ધર્મ કરતા નથી, અને એ મુક્તિની વરમાળ પણ બતારા ધન વિના પ્રાપ્ત થતા નથી, તો આપ સમજુ અને વિવેકી થઈ મને એમાં વિન્ન કરશે નહિ, આ ભવસાગરમાં ભ્રમણ કરવાથી શ્રમિત થયેલો હું હવે જરૂર દીક્ષા લઇશ. - પુત્રને દીક્ષાને નિશ્ચય જાણી પિતા રત્નસંચય શેઠ મૌન થઈ ગયો. જ્યારે તેનો કોઈ પણ ઉપાય રહ્યો નહિ ત્યારે એની માતા રૂદન કરતી પુત્રની પાસે આવી કહેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust