________________ E એકવીશ ભવને સ્નેહસંબંધ 481 નારી પણ!? દુ:ખથી બહેબાકળો બનેલો તે નવી પત્નીને શેાધતો ઘણી ભૂમિ ફરી વળ્યો. પણ ક્યાંથી જડે આકાશ પાતાળ એક કરવા પ્રયત્ન કર્યો, પણ એ તે કોઈનાથી બન્યું છે કે તે બનાવી શકે, જગલમાં તાપ, ભૂખ, તરસ સહન કરી થાકે ત્યારે પાછી પેલી કપિલા સાંભળવાથી પુન: વતન તરફ ફર્યો. “અરે! મૂઢ બુદ્ધિવાળા મેં બધું સુવર્ણ વ્યર્થ ગુમાવી દીધું કેમકે કહ્યું છે કે જડ પુરૂષે ખુબ કલેશ કરી પેદા કરે છે ત્યારે ભાગ્યશાળી જ એનાં ફલ તો ભેગવે છે. દાંત બિચારા દળી દળીને થાકી જાય છે તેને જીવા એક લીલા માત્રમાં ગળા નીચે ઉતારી નાખે છે. મેં પણ ખુબ કષ્ટ વેઠી સુવર્ણ પેદા કર્યું તેને ગુમાવી દેતાં કંઈવાર લાગી? ધન વગર કપિલાને હું મુખ પણ શું બતાવું. - “સુવર્ણ માટે ત્યારે ફરી હું શું સ્વર્ણ ભૂમિ તરફ જાઉં કે વિરહાતુર પ્રિયા પાસે? એ પ્રમાણે વિચાર કરતો તે અનુક્રમે કઈ ગામે આવ્યો ત્યાં તેને કેઈએ દહિથી મિશ્રિત ભાતનું ભોજન કરાવ્યું. - તે રાત્રીને સમયે ત્યાં વડના વૃક્ષ નીચે સૂતેલા તેણે સ્વમામાં જોયું કે પોતાના ઘરમાં ખેદ કામ કરતાં રત્નથી ભરેલું આખુ ભૂમિગૃહ જોઈ ખુશી થતા તેણે ગામમાં વર્ધાપન મહોત્સવ કર્યો. સ્વજનોને ભેજન કરાવી આખાય નગરને માનિત થયો રાજાએ પણ એનું સન્માન વધાર્યું એક નવી કન્યા સાથે લગ્ન કરી સુખી થયો. કપિલા પણ રાજી થઈ તેની સેવા કરવા લાગી.” - એ મધુરા સ્વમની મીઠી લહેરોમાં વિહાર કરતો કેશવ બટુક રાસભાના ભુકવાથી એકાએક જાગ્રત થયો. જાગ્રત થયેલ કેશવ વિચાર કરવા લાગ્યો અરેમારા 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust