________________ 482 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાના મકાનમાં આખું ભૂમિગ્રહ રત્નોથી ભરેલું છતાં હું પરદેશમાં નાહક કલેશ ભોગવું છું માટે હવે તો ઘેર જઈ એ રત્નોને બહાર કાઢી હું હવે સુખી થાઉ. એ પ્રમાણે વિચાર કરતો ને મનમાં મેટામેટા હવાઈ મહેલ બાંધતો ઘેિર આવ્યો. . . . કેશવનું હસમુખુ વદન જોઇ કપિલાએ વિચાર કર્યો. “નક્કી આ ઘણું અણું લઈ આવ્યો છે. કપિલાએ પણ સ્નાન વિલેપનથી એને સારી રીતે સત્કાર કર્યો, જ્યારે એની પાસે કાંઈ જોવામાં આવ્યું નહિ ત્યારે આક્રોશ કરતી બ્રાહ્મણ બોલી, “અરે! ક્યારનાય આવ્યા છે તે શું લાવ્યા છે. મને બતાવો તો ખરા ? . . કપિલાનાં વચન સાંભળી શાંતિથી કેશવ બે ધીરી થા! ધીરી થા! તારૂં મુખ હું ઉજ્વલ કરીશ, સ્વજન, કુટુંબમાં તને શિરોમણિ બનાવીશ! પહેલાં વણકની દુકાનેથી ઉધારે ગોળ ઘી વગેરે લાવી સારી રસવતી કરી આવતી કાલે આપણા સ્વજનોને જમાડી તેમની સમક્ષ કંઈક ચમત્કારપૂર્વક હું મારી સમૃદ્ધિ પ્રગટ કરીશ.” : - કેશવની વાણીથી ચમકેલી કપિલા બેલી. પણ એ દ્રવ્ય કયાં છે? પ્રથમ મને એ દ્રવ્ય બતાવો ? એ ધન જોઈ શાંતિથી હું બધું તમારા કહેવા પ્રમાણે કરૂં!પિતાની સ્ત્રીને વિશ્વાસ પમાડતો કેશવ ફરીથી બે . : -“અત્યારે એ દ્રવ્ય વ્યવસ્થિત પડેલું છે. સ્વજનોની સાક્ષીએ હું તેને પ્રગટ કરીશ, તો હે પ્રિયે! જે તને લક્ષ્મીની ઇચ્છા હોય તો મારા વચન ઉપર વિશ્વાસ રાખ” . કેશવના વચનમાં વિશ્વાસ ધારણ કરતી કપિલાએ સ્વજનોને આમંત્રણ આપી ભેંજન માટે નેતર્યા ઉંવાર માલ લાવી સર્વને ભોજન કરાવ્યું. લેકમાં ખ્યાતિ પ્રચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust