________________ 480 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર લાવાલાનાં વેચાનક ઈક સ્વર્ણ ભૂમિમાં જઈ મહેનત કરી સુવર્ણ કમાઈ લાવો. જાઓ કમાઈ ઝટ વહેલા આવો, " કપિલાએ કહ્યું, - કપિલાનાં વચન સાંભળી કેશવ સ્વર્ણભૂમિ તરફ ચાલો ત્યાં ધન ઉપાર્જન કરી પોતાના વતન તરફ પાછા ફર્યો ત્યારે કેશવને માર્ગમાં એક ઈદ્રજાલીયો મધે, એ પ્રપંચીના સરદાર ઈદ્રજાળી કે પૂછવાથી કેશવે મૂર્ખતાથી પિતાની બધી વાત કહી દીધી. પોતે સુવર્ણ કમાવી લાવે તે પણ જણાવી દેવાથી ઇંદ્રજાલિકે કેશવને ઠગી સુવર્ણ પડાવી લેવાનો વિચાર કર્યો. ઈજાલિકે પોતાની ઈંદ્રજાળવિદ્યા ફેલાવી કેશવ. અને ઈજાલિક સાથે મુસાફરી કરતાં નગરની સમીપે એક વૃક્ષ નીચે વિસામો લેવાને બેઠા. તે સમયે એક સળ વરસની માયાવી વિપ્ર કન્યા સાથે તેના માતાપિતા પણ એજ વૃક્ષ નીચે આવી એક બાજુએ વિસામો લેતાં બેઠાં. એ સોળ વર્ષની વિપ્રકન્યાની મનહરતા જોઈ કેશવ લભાઈ જતો વારંવાર એના સામે જોવા લાગ્યો. નિર્લજ થઈ કેશવે એ કન્યાની એના માતાપિતા પાસે માગણી કરી. જવાબમાં એના પિતાએ સહસ્ત્ર દિનારની માંગણી કરી. પછી કેશવ હજાર દીનાર આપી એ કન્યા સાથે પરણું ગયે. લગ્નને યોગ્ય ખાન પાનની. સામગ્રી પણ પેલાની માયાથી ત્યાં આવી હાજર થઈ, એ નવીન કન્યાને પરણી બટક ખુશી થયે, ઈજાલિક એની પાસેથી સઘળું સુવર્ણ એ રીતે તફડાવી પલાયન કરી ગયો તે સાથે પિતાની ઈંદ્રજાળ માયા પણ સંહરી લીધી. પછી તો ન મળે નારી કે ન મળે કાંઇ સામગ્રી. આ બધી લીલા જોઈ બટુક આભ બની ગયો “અરે ! આ શું ! સુવર્ણ પણ ગયું ને નવેઢા P.P. Ac. Gunqatnasuri M.S. Jun Gun Aaradhak Trust