________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 477 કહ્યું. “કુમાર ! બન્ને મહારાજાએ તરફથી તારે માટે આવેલી આ સોળ કન્યાઓ સાથે તું વિવાહ કરી એમની સાથે તારી યુવાની સફલ કર, અમને પણ આ મોટી ચિંતામાંથી તું મુક્ત કર, લગ્ન કરવાની ખાસ ઈચ્છા ન છતાં પિતાનું વચન કુમારે માન્ય કર્યું જેથી રાજાએ સારૂં મુહૂર્ત જોઈ એ સોળે કન્યા કુમાર સાથે પરણાવી. મોટા મહોત્સવ પૂર્વક વિવાહ થતો જોઈ પૃથ્વીચંદ્ર, મનમાં વિચાર કરવા લાગ્યું, “અરે ! જગતના મોઘેલા માનવીની પ્રવૃત્તિ તો જુઓ ! મોહઘેલાઓ કેટલી બધી. કદર્શન પામે છે. છતાં પણ એ કદર્થનાનું તેમને જરાય. ભાન થતું નથી. આ હાડ માંસ અને રૂધિર ભરેલા શરીરને બહારથી કેવું મનોહર બનાવે છે, શણગારે છે, છતાં પણ સ્વભાવથી અસુંદર એવો આ દેહ કાંઈ સુંદર થતો. નથી. જે માલા, વસ્ત્રાલંકારાદિક સુંદર પદાર્થો દેખાય છે તે પણ મલમૂત્રથી ભરેલા આ દેહના સંસર્ગથી ઉલટા. મલીન અને અશુચિમય થઈ જાય છે, - આ અસાર સંસારમાં કોણ કોનો પુત્ર છે? કઈ કઈ બંધુ નથી. સ્વામી શું કે સેવક શું ? એ બધા ક્ષણીક ભાવે છે. જેને માટે લોકો આનંદિત થયા છતા રમે છે, એવો. માતાપિતાનો સ્નેહ પણ ક્ષણીક છે. સ્નેહથી મુંઝાયેલાં મારાં માતા પિતા અત્યારે મારે માટે કેટલું બધું કરી રહ્યા છે ? અરે આ સ્ત્રીઓ પણ મૂર્ણ છે કે પોતાના માતાપિતાને ત્યાગ કરી મારે માટે અહીયાં આવી, તો જ્ઞાનીજનોએ તો આવા મોહમાં રમવું યોગ્ય નથી. છતાં પણ જે હું આ બાલાઓની સાથે વિવાહ કરવાની ના પાડે તો મારા માતાપિતા કેટલાં બધાં દુઃખી થાય, દૂરથી આવેલી આ બાળાઓ પણ મારા વિશે દુ:ખી દુ:ખી થઈ જાય, Jun Gun Aaradhak Trust