________________ 476 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શી રીતે કરવો ? એને પરણાવ્યો હોય તો સ્ત્રીઓના મેહમાં ખેંચાતાં સ્વયમેવ એ કદાચ ભેગાસક્ત થાય ખરે, કારણ કે જગતમાં પુરૂષ ત્યાં લગીજ ધમી રહી શકે છે કે જ્યાં - લગી મનોહર એવી રમણીએ એને છો નથી. બળવાનને પણ પુરૂષ યુક્તિથી વશ કરતા નથી શું ? મદોન્મત ગજરાજ પણ અંકુશથી વશ થઈ જાય છે, તોફાની અશ્વ લગામથી કેવો સિદ્ધોદર થઈ જાય છે. તેમજ માતેલા બળદ પણ નાથ નાખ્યા પછી ડાહ્યા થઈ જાય છે તેવી જ રીતે આ વૈરાગી પુત્ર પણ પરણાવ્યા પછી જરૂર ભાગમાં પ્રીતિવાળ થઈ વૈરાગ્યમાં ઢીલો થઈ જશે. મનમાં કંઇક નિશ્ચય કરી હરિસિંહ રાજાએ કુમારના મામા વિજયદેવ પાસે પિતાના ચતુર મંત્રીને જયપુર નગરે મોકો જેણે પોતાની લલિતસુંદરી નામે કન્યા પૂર્વે પૃથ્વીચંદ્રને આપેલી હતી. રાજમંત્રીએ વિજયદેવ પાસે આવી કન્યાની પ્રાર્થના કરવાથી વિજયદેવ રાજાએ પોતાની બીજી સાત કન્યાઓ સાથે લલિતસુંદરીને સર્વ સામગ્રી સાથે અયોધ્યા તરફ મોકલી. રાજમંત્રી કન્યાદિક પરિવાર સાથે એ કન્યાઓના મામાની રાજધાની રાજપુર નગરે આવ્યો. રાજપુર પતિએ પણ પોતાની કનકવતી આદિ આઠ કન્યાઓ સર્વ સામગ્રી સાથે પૃથ્વીચંદ્ર કુમાર માટે મોકલી. સેળ કન્યાઓ હાથી, ઘોડા, થ, ઝર, ઝવેરાત, સુભટ, દાસદાસી આદિ પરિવાર સાથે રાજ મંત્રી અનુક્રમે અધ્યા આવી પહારો, રાજાએ મંત્રીનું સન્માન કરી કન્યાઓના ઉતારાની વ્યવસ્થા કરી. - તે પછી રાજાએ કુમારને પોતાની પાસે બોલાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust