________________ એકવીશ ભવને નેહસંબંધ 471 એ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં પૂરા એક હાથ પ્રમાણ શરીરવાળા દેવ ઉત્પાદુ શય્યામાં અંત:મુહૂર્ત માત્રમાં ઉત્પન્ન થાય છે ત્યાંના દેવતાઓનું આયુષ્ય સંપૂર્ણ તેત્રીસ સાગરોપમ હોવાથી તેત્રીસ હજાર વર્ષે આહારની ઇચ્છાવાળા ને તેત્રીસ પખવાડીએ શ્વાસોશ્વાસ લેનારા એક અવતારી હોય છે સંખ્યાત વર્ષના યુવાળા સંયમો મનુષ્ય જ ત્યાં જઈ શકે છે. ઉત્પાદશયામાં ઉત્પન્ન થતા એ દેવાને પોતાના અથાગ અનંત સુખમાંથી પરવારી શય્યા પરથી નીચે ઉતરવાનીય ફુરસદ નથી–જરૂર પડતી નથી. શયામાં પિહેલા થકા તેમને તેત્રીસ સાગરોપમનેય કાલ સમાપ્ત થઈ જાય છે. અલબત ઘણે કાલે જરૂર જણાય તો તેઓ એક પડખેથી બીજે પડખે થઈ શકે છે એવા એ સુખી દેવો મંદકષાય વાળા, સમકિતવંત અને એકજ અવતારી હોવાથી ત્યાંથી મનુષ્ય ભવમાં આવી સીધા મેક્ષે ચાલ્યા જાય છે. અહમિંદ્ર જેવા એ દેવતાઓ અવધિજ્ઞાને કરી કંઈક ન્યૂન ચૌદ રાજલક સુધી જોઈ શકે છે એટલે ઉપર વિમાં નની દવાજા સુધી ને નીચે લોકનાલિકા સુધી તેઓ જોઈ શકે છે–જાણી શકે છે. નીચેના દેવતાઓથી અનંત સુખ સાહ્યબીવાળા એ દેવતાઓના સુખ સૌભાગ્યની તે વાત જ ' શી કરવી! - મણીરત્નોથી વિભૂષિત એ વિમાનમાં ઉત્પાદુ શયા ઉપર વિશાળ ચંદરવો હોય છે એ ચંદ્રવાની મધ્યમાં એક ચાસઠમણુના પ્રમાણનું મોટું મેતી હોય છે તેની ચારે બાજુએ બત્રીસ બત્રીસ મણનાં ઝગઝગતાં ચાર મોતી હોય છે તેની પછી સોળમણનું એક એવાં આઠ મોતી ઝગઝગે છે, તેની પાખતીએ આઠ મણનાં સેવળ મેતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust