________________ = 470 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરી આત્મહિત સાધી લીધું. હે મુને ! સંયમ લેવું એ તે સહેલું-સુગમ છે પણ તેની આરાધના કરવી-નિર્વાહ કરવો એ દુર્લભ છે. પછી કેવલી ભગવાને કુસુમાચુધ મહામુનિને વૃત્તાંત કહી સંભળાવી કુસુમકેતુ મુનિને કહ્યું, “હે ભાગ્યવાન ! જેમણે પોતાનું સ્વહિત સાધી લીધું છે એવા એ મહામુનિને શેક તું કરીશ નહિ. તું પણ એમને અલ્પ સમયમાં જ મલીશ, એટલું જ નહિ પણ તમે અને હવે થોડાજ કાળમાં ભવસાગર તરી પાર થશે. >> કેવલી ભગવાનનાં વચન સાંભળી કુસુમકેતુ મુનિ અધિક ઉદાસવૃત્તિથી સંસાર ઉપર અધિક વૈરાગ્યવાળા થયા છતાં ગુરૂ આજ્ઞા પ્રાપ્ત કરી સંલેખના કરી. દ્રવ્ય અને ભાવશલ્ય દૂર કરી તે મહામુનિએ પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. સિદ્ધોના ધ્યાનમાં તત્પર એવા એ મુનિ પચ્ચીશ દિવસને અંતે કાલકરીને સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં દેવ થયા. સર્વાર્થસિદ્ધ મહાવિમાન | સર્વાર્થસિદ્ધ મહા વિમાન અહિંથી લગભગ સાત રાજ ઉગે અને સિદ્ધ શિલાથી બાર જોજન નીચે અનુત્તર વિમાનોનો એક પ્રતર આવેલ છે. ત્યાં ચારે દિશાએ ચાર શીગડાના આકારનાં વિજયાદિક વિમાન રહેલા છે ત્યારે મધ્યમાં ગોળ અને લક્ષયજનના પ્રમાણુવાળુ સર્વાર્થસિદ્ધ મહાવિમાન આવેલું છે. એ વિમાનનું પૃથ્વીદલ એક વીસસો જેજનનુ શાસ્ત્રમાં કહેલું છે ત્યારે વિમાનના ઉંચાઈ અગીયારસે જનની છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust