________________ એકવીશ ભવન નેહસંબંધ 468 જવાની તો વાત જ શી ? જેઓ ભયંકર ઉપસર્ગથી પણ ચલાયમાન થતા નથી તેવા મહામુનિને ધન્ય છે, - શન્ય ગૃહનો ભાગ લેતો અગ્નિ મુનિને પણ બાળવા લાગે, ધર્મધ્યાનમાંથી એ મહામુનિ શુકલ ધ્યાનમાં આવ્યા, શુકલ ધ્યાનને ધ્યાતા એ મુનિએ અગ્નિને ઉપસગ સહન કર્યો પણ ધ્યાન કે ચિત્તની સ્થિરતાનો ત્યાગ કર્યો નહિ. શુભ ભાવનામાં આસક્ત એ મુનિ અગ્નિનો ઉપસર્ગ સહન કરી કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં ઉત્તમ એવા દેવ થયા. પ્રાત:કાલે એ મહામુનિને અગ્નિથી દગ્ધ થયેલા જોઈ ગામ લોકે હાહાકાર કરવા લાગ્યા. પોતાના દુ:ખને ભૂલી જઇ શેક કરવા લાગ્યા, “અરે આ મહામુનિને કેઈએ ઘરમાંથી કાઢયા નહિ. આ ઘોર મુનિહત્યાના પાપથી આપણે બધા કલંકિત થયા. એ પ્રમાણે શેક કરતા તેમણે મુનિની ઉચિત ક્રિયા કરી, તે પછી ધીરે ધીરે શેકને ભૂલી જતા પિતપોતાના કાર્યમાં તેઓ પ્રવર્યા કારણ કે ગમે તેવો શેક પણ કાલે કરીને ભૂલી જવાય છે, એ સમયે શ્રી સંદરાચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી આસન્ન રહેલા દેવતાઓ તેમની પૂજા કરવા લાગ્યા, ને શ્રાવસ્તી નગરીના ઉદ્યાનમાં દેવતાએ રચેલા સુવર્ણકમલ ઉપર બેસી દેશના દેવા લાગ્યા. દેશના સમાપ્ત થયે સમય મેલવી કુસુમકેતુમુનિ ઉસુકતાથી બેલ્યા, “હે ભગવન ! અત્યારે કુસુમાયુધમુનિ કયાં વિચરતા હશે ?" કેવલી ભગવાને કુસુમાયુધ મુનિને વૃત્તાંત જ્ઞાનથી જાણી તેમની પ્રશંસા કરતાં કહ્યું, “તે કુસુમાયુધ મુનિના જીવિતને ધન્ય છે કે જે મહર્ષિએ અગ્નિને ઉપસર્ગ સહન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust