________________ 468 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિરક્ત થયેલા અને સંસારભાવથી ઉદાસ વૃત્તિવાળા તે અને મહામુનિઓ ત્યારથી સ્નેહબંધન તોડવા પૃથ... પૃથગ વિહાર કરવા લાગ્યા. ને સ્નેહ બંધનને તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મહાસત્વ કુસુમાયુધ મુનિરાજ પણ ગુરૂની વાણી સાંભળી એકાકી વિહાર કરવા લાગ્યા, તેઓ પ્રતિમા સ્મશાનમાં કે અન્ય ખંડેરમાં, પર્વત ઉપર કે વૃક્ષની નીચે સિંહ અને વ્યાઘના ભયથી રહિત થઈ પ્રતિમા ધારણ કરી ધ્યાનમાં રહેવા લાગ્યા, જે જગ્યાએ સૂર્ય અસ્ત થતો તે જગ્યાએ જ કાયાને વોસિરાવી કાઉસગ્ગ ધ્યાને રહેતા નાના કે મોટા કેઈ પણ ભયની તે પરવાહ કરતા નહિ. તપને પારણે ગમે તેવો નિરસ આહાર મલતો તો પણ તેઓ રાગદ્વેષ ધારણ ન કરતાં સમભાવે આહાર કરતા શમ, સંવેગ અને નિર્વેદ વડે કષાયેનો નાશ કરતા એ મહામુનિ ધ્યાનરૂપી અગ્નિવડે કર્મોને નિરંતર બાળવા લાગ્યા. મેરૂની માફક દયાનમાં સ્થિર રહેલા તે નાના મોટા કેઇપણ ઉપદ્રવોથી પણ ચલાયમાન થતા નહિ. એકાકીપણે ગુરૂઆશાએ વિહાર કરતા એ મહામુનિ કુસુમાયુધ એક દિવસે સુભૌમ નામના ગામે આવ્યા, તે ગામના એક શન્ય ગૃહમાં રાત્રીને સમયે પ્રતિમા ધારણ કરી દેધ્યાનમાં સ્થિર રહ્યા. મધ્યરાત્રીને સમયે કેઈક પ્રમાદીએ એ ગામમાં કેઈના મકાનમાં અગ્નિ મુકો. તે અગ્નિ ગામને બાળતો અનક્રમે ધર્મધ્યાનમાં સ્થિર રહેલા મુનિવાળા ગૃહને પણ બાળવા લાગ્યો, એ અગ્નિના ઉપસર્ગમાંય મુનિ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, તો પછી દયાન છેડી પલાયન થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust