________________ એકવીશ ભવન નેહસંબંધ - 467 અને સરસવને ઘાણીમાં પીલાવું પડે છે. રાગના વિશે મજીઠ ને કેટલી પીડા ભેગવવી પડે છે ? માટે હે સાધુ! ભારે કમ એવા ધર્મરહિત જીવોના સ્નેહની વાત તો દૂર રહો પણ આસન્નસિદ્ધિવાળાઓને પણ સ્નેહ હોય છે ત્યાં લગી તેઓ કેવલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. માતા, પિતા, સ્ત્રી અને પુત્રાદિક જે મિત્રગણ તેમજ જે શત્રુસમુદાય એ એકએકની સાથે અનંતીવાર શત્રુમિત્રના સંબંધે ભેગા થયા. ભુખથી પીડાયા છતાં કેટલાક જીવોનું ભક્ષણ થયું. કેટલાકને રેષથી મારી નાખ્યા. સ્નેહથી કેટલાકનું પાલન કર્યું, માટે સંસારનું સ્વરૂપ જાણનાર એ રાગ અને રોષ કર યુક્ત નથી.” ગુરૂની શિખામણ સાંભળીને તે બન્ને મુનિએ બાલ્યા. “હે ભગવન! સંસારના સર્વે સંબંધોનો ત્યાગ કરનાર અને મોક્ષમાર્ગને માટે જ સંયમની આરાધના કરનારા એવા અમારા જેવા સાધુઓમાંથી પણ અરસપરસનો સ્નેહ જતો નથી એનું કારણ શું? તે આપ કહો, બન્ને મુનિઓની વાણી સાંભળી ગુરૂએ તેમનો પરભવનો સંબંધ મૂળથી અત્યાર સુધીનો કહી સંભળાવી કહ્યું, “તમે જન્મજન્મ સ્નેહને ખુબ પોષે છે તેથી એ સ્નેહ ગાઢ થઈ ગયો છે. જો કે સંસારીને તે દુસ્યાજ્ય છે છતાં તમારા જેવાએ એ બંધન તે તોડવાં જ જોઈએ. મોક્ષમાર્ગમાં અંતરાય કરનાર એ સ્નેહબંધન તમારી ભવ૫રં૫રા વધારશે. માટે તમારે એને ત્યાગ કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ.” ગુરૂના મુખથી પોતાના પૂર્વભવે જાણી બને મુનિઓને જાતિસ્મરણ જ્ઞાન થયું, એ જ્ઞાનથી તેમણે ગુરૂના કહ્યા પ્રમાણે પોતાના પૂર્વભવ જોયા, જેથી મનમાં અધિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust